લોકભાષા-ભુજ :
ભુજ – દિલ્હી વચ્ચે વિમાની સેવાને લઇને લાંબા સમયથી ચાલતી માંગણી દિલ્હીમાં સ્લોટની મંજુરી મળતા ૧ ફ્રેબુઆરીથી શરૂ થશે તેવી સતાવાર માહિતી મળેલ છે. ભુજ – દિલ્હી વચ્ચે આવન જાવન કરતાં યાત્રીકો, કચ્છી એન.આર.આઇ. માટે અત્યંત લાભકારી – સુલભ બની રહેશે. મુંબઇની જેમ જ દિલ્હીથી પણ વિદેશ જતાં – આવતા લોકોને કનેકટીવીટીનો લાભ થશે. કચ્છ ભારતના યુપી – હિમાચલ પ્રદેશ કાશ્મીર ફરવા જતાં પ્રવાસીઓ પણ લાભ લઈ શકશે.
કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, ઉડ્ડયન મંત્રીને મળી લેખીત મૌખીક રજુઆત વિવિધ ફ્લાઇટ સર્વિસ ધરાવતી કંપનીઓ સાથે પત્ર વ્યવહાર દિલ્હી વિમાની મથકે સ્લોટ ફાળવણી થતાં ૧લી ફ્રેબુઆરીથી ભુજ – દિલ્હી વચ્ચે એર ઈન્ડિયાની વિમાન સેવા શરૂ થશે ગ્લોબલ કચ્છ ફેડરેશન અને વિવિધ ચેમ્બરો, ધારાસભ્યોની સમયાંતરે રજુઆતોને પણ વાચા મળી છે. તેમ સાંસદએ જણાવતા આનંદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદી તથા ભારત સરકારના સહકાર બદલ કચ્છની જનતા વતી આભાર દર્શાવ્યો હતો.
ભુજ – દિલ્હી વિમાની સેવા સમય પત્રક મુજબ દિલ્હી થી બપોરે ૩:૦૦ વાગ્યે ઉપડી ભુજ ૪:૩૦ વાગ્યે અને ભુજ થી ૫:૩૦ વાગ્યે ઉપડી ૭:૦૦ વાગ્યે સાંજે દિલ્હી પહોચશે.
નવા નવા ક્ષેત્રો માટેની વિમાની સેવાનો લાભ આગામી સમયમાં મળશે તેવા આશાવાદ અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે માન્યતા પ્રાપ્ત થાય માટે પ્રયત્નો ચાલુ છે.

