લોકભાષા-ભુજ :
77માં આર્મી દિવસની ઉજવણી ભાગ રૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન નૌકા વિહાર અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છની સરહદ અને ભૌગોલિક પરિસ્થતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ડિયન આર્મી દ્વારા આજથી લેન્ડ યોટિંગની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 7 નૌકામાં વારાફરતી 20 જવાનોએ કેપ્ટન વીરેશ એસજીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં યોટિંગ એટલે કે પાણી સિવાય પણ ચાલી શકતી એક વજનમાં હલકી સઢવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું હતું.આ પ્રકારનું સાહસ એશિયામાં માત્ર કચ્છમાં જ થાય છે.
જવાનો કચ્છના રણની ભૌગોલીક પરિસ્થતિથી વાકેફ થશે 617 (સ્વતંત્ર) એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર રવીન્દ્ર સિંહ ચીમાએ અભિયાનને ફ્લેગ ઓફ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત 20 જવાનોએ ભાગ લીધો છે. કચ્છના ધોરડો ખાતે શરુ કરવામાં આવેલ સાહસિક અભિયાન 5 દિવસની સફર બાદ ધોરડો ખાતે અભિયાનનું સમાપન કરવામાં આવશે. આર્મીના 20 જવાનો 6 દિવસ સુધી કચ્છના રણમાં સફર કરીને 400 કિલ્લો મીટરનું અંતર કાપી કચ્છના રણની ભૌગોલીક પરિસ્થતિથી વાકેફ થશે. ધોરડો ખાતે લેન્ડ યોટિંગ એક્સપીડીશન ભાગ લીધેલ તમામ જવાનોનું બ્રિગેડિયર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ લેન્ડ યોટિંગ 15 જાન્યુઆરીથી શરૂ થઈને 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ દરમિયાન યોટ રણની બંજર જમીન પર ચાલશે. જેમાં ધોરડો, ઇન્ડિયા બ્રીજ, ધર્મશાળા, શક્તિબેટ, કરીમશાહી, પેરીવારી ધોઈ તેમજ ધોરડો સહિતની મુલાકાત લેવામાં આવશે. તેની સાથે સાથે પર્યવરણને લઈ જાગૃતિ પણ ફેલાવવામાં આવશે. આ સિવાય યુવા પેઢીને સેનામાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ સાહસમાં કુલ 400 કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લેવામાં આવશે.
20 જવાનોની ટીમે આર્મી એડવેન્ચર વિંગના નેજા હેઠળ ભુજ સ્થિત લેન્ડ યાચિંગ નોડ ખાતે તાલીમ લીધી છે. જેમાં સર્વાઇવલ ડ્રીલનો સમાવેશ થાય છે. આ લેન્ડ યોટિંગ અભિયાનનો હેતુ જવાનો કચ્છના રણપ્રદેશના અનોખા ભૂપ્રદેશ અને જૈવ-વિવિધતા વિશે પર્યાવરણીય જાગૃતિ કેળવે તેમજ કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય સેના વિશે જાગૃતિ લાવવાનો છે.

