લોકભાષા-ભુજ :
કચ્છમાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાશે એર શો. આજે સવારે 11:00 કલાકે પિંગલેશ્વરના બીચ પર એર શો યોજાશે
31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના સફેદ રણમાં પણ આયોજન કરવામાં આવ્યુ છે એશિયાની એકમાત્ર 9 વિમાનોની ટિમ દ્વારા દિલધડક કરતબ યોજવામાં આવશે. ભુજના એરફોર્સ સ્ટેશન ખાતે માહિતી અપાઈ હતી. આ ઐતિહાસિક ઇવેન્ટને લઈને સ્થાનિક લોકોમાં અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આ શોમાં 9 લડાકુ વિમાનો આકાશમાં દિલધડક કરતબ રજૂ કરશે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.
સૂર્યકીરણ ટીમ એશિયાની એકમાત્ર એવી ટીમ છે, જે આ પ્રકારના શાનદાર એરોબેટિક પ્રદર્શન માટે પ્રખ્યાત છે. વિમાનોના તાલમેળભર્યા મૂવમેન્ટ્સ, અદ્દભૂત આકારો અને રંગબેરંગી ધુમાડાના ઝાંખા દ્રશ્યો આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ હશે.
આ શો માત્ર રોમાંચ પૂરતો જ સીમિત નથી, પણ ભારતની વાયુસેનાની ક્ષમતા, શિસ્ત અને તકનિકી મહારતને પણ પ્રતિબિંબિત કરે છે. કચ્છના આ અનોખા પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે યોજાનાર આ શો લોકોને નવતર અનુભવ કરાવશે અને ભારતીય વાયુસેનાની કાર્યશૈલી પ્રત્યે ગર્વની લાગણી ઉત્પન્ન કરશે.
પર્યટન અને પ્રેરણાના અનોખા સમન્વયરૂપ આ શો કચ્છના વિકસીત આયોજનોમાં એક નવી ઉપલબ્ધિ સિદ્ધ કરશે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકોના ઉમટી પડવાના અંદાજો લગાવવામાં આવી રહ્યા છે.

