લોકભાષા-ભુજ :
મુંદરા તાલુકાના મોટીભુજપુર-૨ ની તાલુકા પંચાયતની શીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે
આદર્શ આચારસહિંતાનો ભંગ થવાનો કોંગ્રેસનો આક્ષેપ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારાણ કાના શાખરા અને મોટી ભુજપુર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તથા ભારતીય જનતા પાર્ટી ના આગેવાન માણેક રામ ગેલવા ધ્વારા ઉમેદવારને ફોર્મ પરત ખેંચવાનો આક્ષેપ કરાયો છે
વાડી ઉપર આવી ૩,૫૧,૦૦૦મા ઉમેદવારી ફોર્મ પરત ખેચી લેવા નકકી કરાયાનો વિડિઓ સામે આવ્યો છે સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે કોંગ્રેસ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું હતું. ચૂંટણી અધિકારીને કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરાઈ છે જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ યોજાઈ હતી. જેમાં યજુવેન્દ્રસિંહ જાડેજા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને વિરમભાઈ ગઢવી મુન્દ્રા કોંગ્રેસ આગેવાનએ આક્ષેપ કર્યા હતા.

