લોકભાષા-ભુજ :
ભુજ આરટીઓ કચેરીમાં RTO ઓફિસર હડતાલ પર ઉતર્યા હતા. જેને લઈને કામ પર અસર પડી હતી
ટેક્નિકલ ઓફિસર્સે પડતર પ્રશ્નોના નિરાકરણની માંગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું
આરટીઓ કર્મચારીઓએ કચેરી પરિસરમાં ઘંટનાદ કરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો. માંગણીઓના નિરાકરણ માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. ટેક્નિકલ ઓફિસર્સેની લાંબા સમયથી વિવિધ માંગણીઓ લઇ સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. રાજય સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે વિરોધ પ્રદર્શન કરાયું હતું.માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.વિરોધ પ્રદર્શનને કારણે કચેરીના કામકાજ પર અસર પડી હતી. આરટુઓ ઓફિસર્સની હડતાલ પગલે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

