લોકભાષા-ભુજ :
તાલુકાના રણકાંઠા વિસ્તારમાં આવેલા યાત્રાધામ હાજીપીર માર્ગે આજે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી
ઢોરો અને મૂરું ગામ વચ્ચેના માર્ગે મીઠાનું પરિવહન કરતા ત્રણ ડમ્પર અકસ્માતનો ભોગ બન્યા હતા ઘટના મુજબ, ચાડી ચડતું પ્રથમ ડમ્પર ટ્રેલર બેકાબૂ બની માર્ગની જમણી બાજુએ ફંગોળાયું હતું. આ ડમ્પરથી બચવાના પ્રયાસમાં પાછળ આવતા બે અન્ય ડમ્પર પણ રસ્તાની આડે આવી ગયા હતા. આ કારણે માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. આ વિસ્તારમાં બિસ્માર માર્ગ અને ઓવરલોડ વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા નિત્યક્રમ બની ગઈ છે. સ્થાનિક લોકોએ આ સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર પાસે માગણી કરી છે.


