લોકભાષા-આણંદપર :
આ પંથકમાં સતત બેથી ત્રણ દિવસ થયા માક (ઝાકળ) પડી રહી છે.જ્યારે આજ સવારના વાતાવરણ શિયાળા જેવું થતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.આજે બપોરના એક વાગ્યા પચ્છી વાદળ છાયા વાતાવરણ સાથે હવામાનમાં પલટો આવતાં વાતાવરણ વરસાદી માહોલ જેવું જોવા મળતા જગતનો તાત વિમાસણમાં મુકાઈ ગયો હતો.બે દિવસ નખત્રાણા તેમજ નેત્રા પથકમાં વરસાદી રૂપી ઝાપટ પડતા ઉભેલા પાકને નુકશાન જોવા મળ્યું હતું.
એવીજ રીતે આજ રોજ નખત્રાણા તાલુકાના આણંદપર (યક્ષ) પંથકમાં સવારના ભાગમાં શિયાળા જેવા વાતાવરણ સાથે ઠંડુ થઈ જતા ઠંડી પડવા લાગી હતી.બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળ છાયા વાતાવરણ સાથે હવામાન વરસાદી માહોલ જેવું જોવા મળતા જગતનો તાત વિમાસણમાં મુકાઇ ગયો હતો.જગતના તાત કરેલ શિયાળુ વાવેતરમાં રાયડો, ઘઉં, ધાણા, અમથુજીરું, રાઈ, મેથી જેવા પાકો તૈયાર થઈને ઉભા છે.ખેડુતો જણાવી રહ્યા છે કે આવા વાદળ છાયા વાતાવરણ વચ્ચે જો માવઠું થશે તો આ શિયાળુ પાકને નુકશાની થશે અને મો આગળ આવેલો કોળીયો છીનવાઈ જશે.
ગત ચોમાસામાં કરેલ કપાસનું વાવેતર કરેલ વધારે પડતો વરસાદ તેમજ વાતાવરણ અનુકુળ ના આવતા પાકમાં સુકારો આવતા કપાસનો પાક ફેલ જતા ખેડુતોએ કરેલ મહેનત લેખે લાગી નહોતી તેમજ હાલ શિયાળુ પાક તૈયારીમાં છે ત્યારે વાદળ છાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જોવા મળતા ખેડુતો મુજવણમાં મુકાઈ ગયા છે.સાથે વર્ષમાં એકવાર કેશર કેરીનો સ્વાદ કચ્છના લોકોને મળે છે.આ કેશર કેરીના ઝાડ અતિશય બુર(મોર) લાગ્યા છે.કેશર કેરીનું વાવેતર કરેલ ખેડુતો જણાવે છે.ઝાડ પર સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.અને અમોને આશા પણ છે.કેરીનો પાક સારા પ્રમાણમાં થશે.અહી આવેલા અચાનક વાતાવણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.જો માવઠું થયું તો શિયાળુ પાક સાથે કેરીના પાકને પણ નુકશાની થશે એવું ખેડુતો પોતાની આપવીતી જણાવી રહ્યા છે.સતત ત્રણ વર્ષથી વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોને આ પાકમાં નુકશાની વેઠવી પડી રહી છે.


