લોકભાષા-ભુજ :
અબડાસા તાલુકાના ચીયાસર ગામે રહેતી આઠ વર્ષની બાળકી ઘરે એકલી હતી ત્યારે કૌટુબીક યુવકે એકલતાનો લાભ લઇ શારિરીક અડપલાં કરતાં ચકચાર મચી જવા પામી છે. કોઠારા પોલીસે આરોપી વિરૂધ્ધ પોક્સોનો ગુનો નોંધી ઝડપી લેવા તપાસ તેજ કરી છે.
કોઠારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગત 12 ફેબ્રુઆરીના બપોરે બાર વાગ્યાથી એક વાગ્યાના અરસામાં બન્યો હતો. ભોગબનાર બાળકીના માતા પિતા કામે ગયા હોઇ બાળકી ઘરે એકલી હતી. ત્યારે તેમનો કૌટુબીક આરોપી ગીરીશભાઇ પચાણભાઇ નાગીયા (ઉ.વ.36) બાળકીના ઘરમાં પ્રવેશીને એકલતાનો લાભ લઇ પોતાની હવસ સંતોષવા બાળકી સાથે શારિરીક અડપલાં કર્યા હતા. આરોપીના આવા વર્તનથી સગીરા ગભરાઇ જઇને બુમા બુમ સાથે કરી હતી. જેના કારણે ત્યાંથી આરોપી નાસી ગયો હતો. બનાવ અંગે ભોગબનનારે તેમના માતા પિતાને કરી હતી. આરોપી કૌટુબીક હોવાથી અને ગામમાં બદનામીના કારણે ભોગબનારના પરિવારજનોએ ઘટનાના દસ વિવસ બાદ આરોપી વિરૂધ્ધ કોઠારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે પોક્સોની કલમ તળે ગુનો નોંધીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

