લોકભાષા-ભુજ :
ભારતીય મજદુર સંઘ સંલગ્ન કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમ અંતર્ગતના ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ભુજમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
ભારત સરકાર તથા ગુજરાત સાથેની બજેટ પૂર્વેની બેઠકમાં થયેલ માંગણી મુજબ સ્કીમ વર્કર અંતર્ગત કામ કરતા કામદારો બજેટ પૂર્વે સરકાર સાથેની બેઠકમાં રજૂ થયેલ મુખ્ય મુદે કોઈ જાહેરાત ન થતાં નારાજગી વ્યકત કરી તાકીદે કોઈ જાહેરાત નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં પ્રચંડ કાર્યક્રમો આપવામાં આવશે.
હાઈકોર્ટના ચુકાદાનું ત્વરીત પાલન કરવું અને જયાં સુધી કોઈ નિર્ણય આપના લેવલથી ન આવે ત્યાં સુધી બહેનોને મિનીમમ વેઈઝ એકટ મુજબ લઘુતમ વેતનની ચુકવણી કરવી, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી મોબાઈલ કે મોબાઈલની ખરીદી માટેની રકમ આજદિન સુધી બહેનોને ચુકવવામાં આવેલ નથી. મુખ્યમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત લાભાર્થીને મળતો જથ્થો આંગણવાડી પર પહોંચતો કરવા માટે વર્કર બહેનોએ ૩ વર્ષ અને ૬ માસથી પોતાના ખર્ચે તમામ જથ્થો અનાજ કરીયાણાની દુકાનેથી ઉચકીને અને આંગણવાડી સુધી પહોંચાડેલ છે જેનું કોઈ પણ ભાડું બહેનોને મળતું નથી.,નિવૃત થયેલ વર્કર હેલ્પર બહેનોને ગ્રેજયુઈટીની રકમ ઘણા લાંબા સમયથી બાકી છે. તો તેની ગ્રાન્ટ બહેનોને વ્યાજ સહિત જિલ્લા સુધી પહોંચતી કરી વહેલી તકે ચુકવણી કરવાં સહીતની માંગ કરવામાં આવી છે.


