લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના ગડા ગામ નજીક એક ખેતરમાં ભીષણ આગ લાગતા ભારે નુકસાન થયું છે.
પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે.આ આગના કારણે ખેતરમાં ઉભેલો 4 એકર ઘઉંનો પાક સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયો છે. એટલું જ નહીં,ખેતરમાં લગાવેલી ડ્રિપ સિસ્ટમને પણ ભારે નુકસાન થયું છે.આગ એટલી ઝડપી ફેલાઈ કે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી તે પહેલા જ મોટું નુકસાન થઈ ગયું. આ દુર્ઘટનાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
આ ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા ખેડૂતને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
જયારે માનકુવામાં મોપેડમાં આગની ઘટના બનવા પામી હતી


