લોકભાષા-ભુજ :
શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક થયેલી મારામારીની ઘટનામાં પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે. પૈસાની ઉઘરાણીના મુદ્દે ચાર શખ્સોએ બે યુવકો પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકને પેટના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ગંભીર ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓને એલસીબીએ રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોઢાનો સમાવેશ થાય છે. બંને આરોપીઓને થાર ગાડી સાથે પકડવામાં આવ્યા હતા. ભુજ એ ડિવિઝનના પીઆઇ હાર્દિક ત્રિવેદીની આગેવાની હેઠળ આરોપીઓને પોલીસ મથકથી જ્યુબિલી સર્કલ સુધી લઈ જવામાં આવ્યા. ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. હજુ પણ બે આરોપીઓ અક્ષયરાજ વાઘેલા અને ભાવેશ ગોસ્વામી ફરાર છે. તેમની ધરપકડ માટે પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી છે.


