લોકભાષા-ભુજ :
કચ્છમાં ચૈત્ર માસના આરંભ સાથે ગરમીએ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કર્યું છે. ભુજમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.7 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે. કંડલા પોર્ટમાં 39.9 ડિગ્રી તાપમાન રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાતા મિશ્ર વાતાવરણ અનુભવાયું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન 21થી 23 ડિગ્રી વચ્ચે રહ્યું છે. ગાંધીધામ શહેરમાં નાગરિકોને રાહત આપવા માટે મુખ્ય ચાર રસ્તા પર પોલીસે છાંયડા માટે ખાસ મંડપ ઊભા કર્યા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, એપ્રિલ માસમાં હીટવેવની સ્થિતિ વધુ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજયુક્ત ઊકળાટની આગાહી કરવામાં આવી છે. ભુજમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

