લોકભાષા-ગાંધીધામ :
આડેસરમા બે પુત્રી સાથે માતા પાણીના ટાંકામા ડુબી જતા મૃત્યુ નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ બનાવની મળતી વિગતો મુજબ આડેસર ગામે પાણીના ટાંકામાં ડુબી જવાથી માતા અને બે પુત્રીના મોત નિપજ્યા હતા.
વધુ મળતી વિગતો મુજબ રૈયાબેન રવાભાઈ મકવાણાની પુત્રી આરવી પાણીના ટાંકામાં પડી ગઈ હોય તેને બચાવવા ઉતરેલ રૈયાબેન આયુશી નામની ત્રણ મહિનાની બાળકી સાથે ડૂબી ગયા હતા.


આ બનાવની જાણ થતા ત્રણેયને ટાંકામાથી બહાર કાઢી પલાંસવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યા તબીબે મૃત જાહેર કર્યા છે. ત્રણ જણના ડુબી જવાથી મૃત્યુના બનાવથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો.
આ બનાવ અંગે આડેસર પીઆઈ જે.એમ. વાળા દ્વારા અકસ્માત અંગે તપાસ હાથ ધરાઈ છે.


