લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં બે દિવસ પાણીનુ વિતરણ થશે નહીં તેમ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જણાવ્યા અનુસાર, શનિદેવ હેડ વોટર વર્ક્સ પર પાણી પુરવઠાની મેન્ટેનન્સની જરૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ જાળવણી કાર્યને કારણે આગામી તારીખ ૨૯/૦૯/૨૦૨૬ અને ૩૦/૦૯/૨૦૨૬ ના રોજ વિવિધ વિસ્તારોમાં બે દિવસ માટે પાણીનો સપ્લાય સંપૂર્ણપણે બંધ રહેશે.
જેથી શનિદેવ હેડ વોટર વર્ક્સથી પાણીન વિતરણ થતા આદિપુર સિટી વિસ્તાર (વોર્ડ ૨-બી, વોર્ડ ૩-એ, વોર્ડ ૪-એ) જૂનો વોર્ડ-૧૨નો વિસ્તાર, મેઘપર કુંભારી, અંતરજાળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર (કાસેજની બાજુમાં) કિડાણા વિસ્તારમા બે દિવસ પાણીનુ વિતરણ થશે નહી તા. ૧ ઓક્ટોબરથી સપ્લાય નિયમિત થશે. તંત્રના જણાવ્યા મુજબ, મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ ૦૧/૧૦/૨૦૨૬ થી આ તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણીનો સપ્લાય ફરી શરૂ કરી દેવામાં આવશે.
ગાંધીધામ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં બે દિવસ પાણી કાપ
Related Posts
Add A Comment


