લોકભાષા-ગાંધીનગર :
કચ્છના કાળા ડુંગર વિસ્તારમાંથી વર્ષો બાદ અતિ દુર્લભ એવા ‘રજવાડી સાપ’ અને ‘રેતિયા સાપ’ની જોડી એકસાથે જોવા મળી
કચ્છમાં ભાગ્યે જોવા મળતી બે દુર્લભ સર્પ પ્રજાતિઓ વર્ષો બાદ એક જ સ્થળેથી એકસાથે મળી આવી કે જેમાં રજવાડી સાપ જે સંપૂર્ણપણે બિનઝેરી છે જ્યારે બીજો રેતિયો સાપ જે આંશિક ઝેરી છે એટલે કે જેનું ઝેર માનવ માટે જીવલેણ નથી હોતું.
કચ્છ જિલ્લાનું અનોખું નિવસનતંત્ર અને શુષ્ક વાતાવરણ આવા દુર્લભ જીવો માટે સાનુકૂળ અને ઉત્તમ આશ્રય સ્થાન પૂરું પાડે છે; આ બંને પ્રજાતિઓની એક જ સમયે અને એક જ સ્થળે હાજરી એ બાબતની પ્રતીતિ કરાવે છે કે આ વિસ્તારની જૈવ વિવિધતા હજુ પણ સમૃદ્ધ અને સુરક્ષિત છે.



