તસ્વીર : રાજેશભાઈ ગોસ્વામી
લોકભાષા-ભચાઉ :
ભચાઉ સામખીયારી હાઇવે પર કારમાં આગ ભભૂકી ઉઠી હતી. પરંતુ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો હતો
સામખિયાળી ભચાઉ હાઈવે ઉપર ગુરુવારે રાત્રે બલેનો કારમાં આગ લાગી હતી ભચાઉ ફાયર અને પોલીસે તાત્કાલિક પહોંચી કાર ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો જો કે કારને મોટુ નુકશાન થયું છે.
ભચાઉ નગર પાલીકા ફાયર ટીમને ભચાઉથી સામખિયાળી તરફ જતા કેસરિગઢ રિસોર્ટ પાસે એક કારમાં આગ લાગી હોવાની જાણ થતાં ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી હતી દરમિયાન ગાડીમા એ.સી. ચાલુ રાખીને સુઈ ગયેલા ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો હતો અને કલાકોની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો
આ કામગિરિ માં ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપ ભાઈ ગંઢેર, શક્તિસિંહ સોઢા જોડાયા હતા.

