લોકભાષા-ભુજ :
ભુજના દાદુપર રોડ પર વાલ્મીકીવાસમાં જુગાર રમતા મંજુલાબેન વિશ્રામભાઇ વાલ્મીકી, રંજનબેન પ્રવિણભાઇ વાણીયા, રંજન ઉર્ફે મુનીબેન પ્રકાસભાઇ વાણીયા, ભારતીબેન રમેશભાઇ વાઘેલા, ગીતાબેન હરજી પુરબીયા વાઘેલા, સંગીતાબેન રાહુલભાઇ સોલંકી, ગૌરીબેન પપ્પુ ઉર્ફે શામજીભાઇ પરમાર નામની આઠ મહિલાને બી ડિવિઝન પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપિયા 12,330 તેમજ 10,500ના ત્રણ મોબાઇલ મળીને રૂપિયા 22,830નો મુદામાલ કબ્જે કરીને તમામ સામે ગુનો નોંધ્યો હતો.
માંડવીના તલવાણા હરીપર માકરાઇ તળાવ પાસે જુગાર રમતા હાસમ આધમ સંઘાર, રસીદ ઇબ્રાહિમ રાયમા, રાહુલ આત્મારામ મહેશ્વરી, સલીમ ઇશાક થેબા, મજીદ અબ્દુલ્લા થેબાને રોકડ રૂપિયા 13,340 તથા 10 હજારની બાઇક મળી કુલે રૂપિયા 23,340 સાથે કોડાય પોલીસે પકડી પાડી જુગારઘારાની કલમ તળે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ભુજ અને તલવાણામાં જુગાર રમતા મહિલા સહિત ૧૩ ખેલી ઝડપાયા
Related Posts
Add A Comment


