લોકભાષા-ભુજ :
માંડવી ખાતે ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે. જેને લઈને સ્થાનિકો પરેશાન બન્યા છે. અવાર-નવાર ધ્યાન દોરવા છતાં પોલીસ તંત્ર કાયમી સમસ્યા નિરાકરણ કરવામાં નિષ્ફળ નિવડી છે.

લોકોના જણાવ્યા પ્રમાણે માંડવી શહેરમાં બીચ તેમજવિજય વિલાસ પેલેસ આવેલો છે. જ્યાં પ્રવાસીઓની સતત અવર-જવર રહેવા પામે છે. આવી પરિસ્થિતિમાં સિઝનમાં તોસતત ટ્રાફિક જોવામળેછે. શહેરના સ્વામીનારાયણ મંદિરથી મોટા બગીચા સુધીના માર્ગ પર ટ્રાફિકજામ રહેવા પામે છે. આ ઉપરાંત આઝાદચોક, ભીડવિસ્તાર, ટોપણસરતળાવ પાસે દરિયા તરફ જતા માર્ગ પર વાહનોની સતત અવર-જવર રહેવા પામે છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હાજરહોવાછતાં પણ સમસ્યા જોવા મળેછે. જેનું મુખ્ય કારણ રોડપરઆડેધડ પાર્કિંગ તેમજ લારીઓ આડેધડ ઉભતી હોય છે. બજાર વિસ્તારમાં પણ આડેધડપાર્કિંગ વાહનોની જોવા મળે છે. દરરોજનાના-મોટા વાહનો ઝઘડાઓ થતાં રહે છે. કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રથમ તબક્કે પોલીસદ્વારા આડેધડ પાર્કિંગને બંધકરાવવું જોઈએ. તેમજ ટ્રાફિકસમસ્યા માટે અભ્યાસુ પોલીસ કર્મીઓની નિમણુંક કરવી જોઈએ.


