લોકભાષા-ભુજ :
સુરતમાં જે રીતે ગણેશ પંડાલ પર પથ્થરો ફેંકી શાંતિ ડોહળવા માટે પ્રયત્ન થયો તેવીજ ધટનાને કચ્છમાં અંજામ આપવાનો મનસુબો કેટલાક શખ્સોનો હતો. જો કે ગામે શાંતિપુર્ણ રીત પોલીસ ફરીયાદ સાથે આવા તત્વો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી બરાબરનો બોધપાઠ આપ્યો છે.
નખત્રાણાના કોટડા(જ) ગામે બે દિવસ પહેલા એક ધાર્મીક સ્થળની આસપાસ સ્થાપીત કરાયેલા ગણેશ મુર્તિ પર પથ્થર ફેંકી તેને ખંડીત કરવામાં આવી હતી અને એટલુ જ નહી પરંતુ ગામમાં આવેલા અન્ય એક ધાર્મીક સ્થળ પર લીલી ધજા પણ રાખી દેવાઇ હતી. જે મામલે સ્થાનીકોએ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આઠ શખ્સો સામે ફરીયાદ નોંધી તપાસ આરંભી હતી જેમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.
જે રીતે સુરતમાં પથ્થરબાજી બાદ લોકોમાં નારાજગી અને ત્યાર બાદ માહોલ સર્જાયો હતો તેને લઇને રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી રાજ્યના ગૃહમંત્રીએ આ ધટનાને વખોડી આવી પ્રવૃતિ સામે કડક કાર્યવાહીની વાત કરી હતી જો કે તે વચ્ચે કચ્છમાં પણ આવીજ ધટનાને અંજામ અપાયો હતો જેમા આઠ આરોપીઓના નામો બહાર આવ્યા બાદ પુખ્ત વયના ચાર અને કાયદાના સંઘર્ષમાં આવેલા ચાર સગીરોની પણ સંડોવણી આ મામલે સામે આવી હતી. જેમણે પથ્થરો ફેંકવામાં ભુમીકા ભજવી હતી જો કે ફરીયાદ બાદ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો તેમજ મૌલાના સહિત ચાર પુખ્ત વયના આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.
આ ગુનામાં પોલીસે મૌલાના ગુલામ હુસેન જાફર, આરીફ સુમરા પઢીયાર, સાહીલ રમઝાન મંધરા તથા હનીફ મંધરાની ધરપકડ કરી તેને બરાબરનો કાયદાનો સબક શીખડાવ્યો હતો. શાંતિ ભંગ કરવાના મલિન ઇરાદા મામલે પોલીસે વિવિધ કલમો સાથે કાવત્રુ કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. હાલ મૌલાનાની ભુમીકા અંગે તપાસ સાથે અન્ય આરોપીની શુ ભુમીકા છે તેની ઉંડી તપાસ કરશે
ગામમાં અંજપા ભરી શાંતિ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અગાઉ પણ ગામમાં આવા બનાવોને કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસે તકેદારી રાખી છે. મુસ્લિમ સમાજના આ તોફાની તત્વો દ્વારા જે રીતે અરાજકતા ઉભી કરવા માટે આ પથ્થરો ફેંકી મુર્તિ ખંડીત કરવા સહિતની પ્રવૃતિ કરાઇ હતી જેને લઇને ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બનાવ બાદ પોલીસે અત્યાર સુધીમા આ ગુનામાં સંડોવાયેલા સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે પરંતુ હજુ પણ ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટો પોલીસ કાફલો ત્યા ખડકી દેવાયો છે. પચ્છિમ કચ્છ ઇન્ચાર્જ પોલીસવડા સાગર બાગમાર દ્વારા સમગ્ર મામલે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી ખોટી અફવાઓથી દુર રહેવા જણાવ્યું હતું અને મીડિયાને સમગ્ર ઘટના અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગેની વિગતો આપી હતી અને આવી પ્રવૃતિ કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.
હાલ ગામમાં મહિલા-પુરૂષ પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો છે. જેથી બનેલી ઘટના કોઈ મોટુ સ્વરૂપ ધારણ ન કરે અને શાંતિ જળવાઇ રહે મુસ્લિમ સમાજના આ તોફાની તત્વો કે જેમા મૌલાનાં પણ સામેલ છે. તેના દ્રારા કરાયેલી આ પ્રવૃતિ સંવેદનશીલ કચ્છ માટે ચિંતાજનક છે. તો અન્યની ભુમીકા કાયદો વ્યવસ્થાની સ્થિતી જોખમમાં મુકવા સાથે શાંતિ ડોહળવાના પ્રયત્નની બાબત ગંભીર છે.