લોકભાષા-ભુજ
મુન્દ્રામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મુન્દ્રા-બારોઈ નગરપાલિકા દ્વારા દબાણ હટાવાની કામગીરી હાથ ધરાઈ હતી
ન્યૂ મુન્દ્રાથી ડાક બંગલા સુધી દબાણો હટાવાયા હતા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ અધિકારી પદાઅધિકારી કર્મચારી ઝુંબેશ માં જોડાયા હતા. દબાણ હટાવની કામગીરી હજુ વેગમાન બનાવાશે તેવું તંત્ર દ્વારા જણાવાયું હતું. મુન્દ્રા શહેરમાં લાંબા સમયથી દબાણો થઈ રહ્યા છે જેની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. મુન્દ્રા શહેરમાં જ્યાં જુવો ત્યાં દબાણ જોવા મળે છે જેનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બની રહે છે મુન્દ્રા શહેરમાં દબાણનો રાફડો ફાટ્યો છે. ત્યારે તંત્ર કડક બન્યું છે કોઈપણ જાતની શેહ શરમ રાખવામાં આવશે નહીં ખુદ શાસકોના દબાણો જોવા મળે છે ત્યારે આ દબાણો પણ દૂર કરવા જરૂરી છે આજે દબાણ હટાવની કામગીરીને લઈને નેતાઓ દોડતા થઈ ગયા હતા.


