ગામે ગામ ગણેશજીની મૂર્તિને જોવા લોકો ઉમટ્યા
લોકભાષા-ભુજ :
કચ્છની સૌથી મોટી ગણેશજીની મૂર્તિને વાજતેગાજતે વિસર્જન માટે માંડવી લઈ જવામાં આવી હતી.જે સોમવારે વિધિવત મધ દરિયામાં પધરાવવામાં આવશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રેન્ડસ ગ્રૂપ દ્વારા 24 માં વર્ષે ભુજના ટીન સીટી ગ્રાઉન્ડમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.15 ફુટ ઊંચી અને 10 ફૂટ પહોળી મૂર્તિ ઇકોફ્રેન્ડલીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.નવ દિવસના આયોજનમાં દરરોજ મહાઆરતી,તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આજે નવમા દિવસે બાપાને વાજગાજતે ભુજના જુદા જુદા માર્ગો થઈને મીરઝાપર, દહીંસરા,ધૂંણઇ,પુનડી,નાના આસંબિયા,કોડાય થઈને માંડવી પહોંચ્યા હતા.ગામે ગામ ગણેશજીની મૂર્તિને જોવા લોકો ઉમટ્યા હતા.સોમવારે બાપાને ખાસ લાકડાના બનેલા ત્રાપામાં મધ દરિયામાં લઈ જઈને વિદાય આપવામાં આવશે.દર વર્ષે યોજાતા આયોજનમાં મોટી સંખ્યામાં લોકો ગણેશજીની મૂર્તિને નિહાળે છે.