લોકભાષા-ભૂજ :
કચ્છના ધોરડો ખાતે દરવર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિતાના વાદળો ઘેરાયા છે ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉધોગને વિકાસ લગતા જરૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવએ ભારે આકર્ષણ ઊભું કર્યું છે. દરવર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવ આયોજન લઈને અસમંજસ ઊભી થઇ છે ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંજવણ ઊભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉધોગ સાથે સંકળાયેલા લોકોની આજે મહત્વની બેઠક મળી હતી જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી જેના લીધે કચ્છ સહીત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુનઃ આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઇન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે.. રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે જેથી પ્રવાસીઓ કચ્છના સાસ્કૃતિને માણી શકે
રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહારે આવેલ ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટી દિવાળીથી પ્રારંભ કરવામાં આવે અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું જે પુનઃ ચાલુ કરવા માટે માંગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચ થી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવેતો પ્રવાસીઓમાં આકર્ષણ ઊભું થઈ સકે તેમ છે.આ તકે ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા,જીગરભાઈ છેડા મિયાં હુસેન ગુલબેગ.ધોરડો સરપંચ, હેમલ માણેક, હોટેલ એસોસિએશન આગેવાન,જટુભા રાઠોડ, હોટેલ માલિક, પરમભાઈ ઠક્કર, સાત્વિકદાન ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

