લોકભાષા-ભુજ :
જમ્મુ-કાશ્મીરનો એક વ્યક્તિ કચ્છ બોર્ડર પરથી ઝડપાયો હતો.પ્રેમિકાને મળવા જતો હોવાનું બહાર આવવા પામ્યું છે
યુવક ભારત-પાકિસ્તાનની સરહદ પાર કરીને પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યો હતો
ખાવડામાંથી ઈમ્તિયાઝ શેખ નામના શખ્સની સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાયો હતો.યુવાનની પ્રાથમિક પૂછપરછમાં તે એવો દાવો કરે છે કે તે દેશની સીમા ઓળંગી પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા જવાનો હતો
ખાવડાના પોલીસ સ્ટેશનમાં વિગતો મેળવીને આ યુવક ને તેને પરત મૂકવામાં આવ્યો હતો.ખાવડા પોલીસ ની પણ સર્તકતા ના લીધે આ યુવાન ને પકડી પાડવામાં આવ્યો હતો આ યુવાન થોડો અસ્થિર મગજનો હોવાનો પણ સામે આવ્યું હતું.હાલ અનેક તર્ક વિતર્ક વહેતા થવા પામ્યા છે આ યુવક વડોદરા, અમદાવાદથી ભુજ આવી પહોંચ્યો હતો.જ્યાંથી ખાવડા તરફ ગયો હતો હાલ આ બનાવે અનેક સવાલ ઉભા કર્યા છે.


