લોકભાષા-ગાંધીધામ :
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ભુજ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ પ્રસ્તાવિત બ્લોકને કારણે ગાંધીનગર કેપિટલ-ભુજ-ગાંધીનગર સ્પેશિયલ અને ભુજ-બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેનો ભુજ અને ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-
તા. 29 સપ્ટેમ્બર, 2024 ના રોજ, ગાંધીનગર કેપિટલથી ચાલતી ટ્રેન સંખ્યા 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ ગાંધીધામ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ(સમાપ્ત) થશે અને ગાંધીધામ-ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
તા. 30 સપ્ટેમ્બર 2024ની ટ્રેન સંખ્યા 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ગાંધીધામથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
તા. 28 સપ્ટેમ્બર, 2024 ના રોજ, બરેલીથી ચાલતી ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસ ગાંધીધામ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ(સમાપ્ત) થશે અને આ ટ્રેન ગાંધીધામ-ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
તા. 29 સપ્ટેમ્બર 2024ની ટ્રેન સંખ્યા 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ ગાંધીધામથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમ રેલવે વિભાગ દ્વારા જણાવાયું છે.

