અમદાવાદ,
ભારતીય રેલવે વિભાગે તહેવારોને ધ્યાનમાં રાખીને ૬ હજાર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો ર્નિણય કર્યો છે. જેમાં દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈને રેલવે વિભાગે અમદાવાદથી ઉપડનારી ટ્રોનોની યાદી બહાર પાડી છે. અમદાવાદથી બિહાર જવા માટે પશ્ચિમ વિભાગ દ્વારા અઠવાડિયામાં બે ટ્રેનો મુકવામાં આવી છે. જેમાં વિશેષ ભાડા સાથે અમદાવાદ-દાનાપુર-અમદાવાદ અને સાબરમતી-સીતામઢી-અમદાવાદ રૂટની સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે.
અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન દોડશે
અમદાવાદ-દાનાપુર ૦૯૪૫૭ સ્પેશિયલ ટ્રેન આગામી ૬ ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર સુધી ચાલશે, આ ટ્રેન દર રવિવારે સવારે અમદાવાદથી ૮ઃ૨૫ વાગ્યે ઉપડશે અને ૨૫ તારીખે બપોરે ૩ વાગ્યે દાનાપુર બિહાર ખાસે પહોંચાડશે.
જ્યારે દાનાપુરથી રીર્ટન અમદાવાદ આવવા માટે દાનાપુર-અમદાવાદ ૦૯૪૫૮ સ્પેશિયલ ટ્રેનમાં આવવાનું રહેશે. જે ૭ ઓક્ટોબરથી ૨૫ નવેમ્બર સુધી ચાલશે, આ ટ્રેન દર સોમવારે સાંજના ૬ઃ૧૦ વાગ્યે ઉપડશે અને અમદાવાદમાં ત્રીજા દિવસે બપોરના ૩ વાગ્યે પહોંચાડશે.
સાબરમતી-સીતામઢી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન દોડશે
૫ ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર સુધી દોડનારી સાબરમતી-સીતામઢી ૦૯૪૨૧ સ્પેશિયલ ટ્રેન દર શનિવારે ૭ઃ૪૫ વાગ્યાથી સાબરમતીથી ઉપડશે અને ત્રીજા દિવસે સીતામઢી ખાતે ૮ઃ૩૦ વાગ્યે પહોંચાડશે.
જ્યારે સીતામઢીથી રીટર્ન આવવા માટે સીતામઢી-સાબરમતી ૦૯૪૨૨ સ્પેશિયલ ટ્રેન ૭ ઓક્ટોબરથી ૨ ડિસેમ્બર સુધી શરુ રહેશે. આ ટ્રેન સીતામઢીથી દર સોમવારે સાંજના ૪ વાગ્યે ઉપડશે અને સાબરમતી ખાતે ત્રીજા દિવસે સવારના ૬ વાગ્યે પહોંચાડશે.
આ રૂટથી પસાર થશે અમદાવાદ-દાનાપુર ટ્રેન
અમદાવાદ-દાનાપુર ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બિયાઓરા રાજગઢ, રુથિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, સોની, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશને ઉભી રહેશે.
સાબરમતી-સીતામઢી ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંડીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાનો કિલ્લો, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી, ખલીલાબાદ, ગોરખપુર, સિસ્વા બજાર, નરકટિયાગંજ અને રક્સૌલ સ્ટેશને ઉભી રહેશે.
રેલવે વિભાગે તહેવારો દરમિયાન સ્પેશિયલ ટ્રેનો દોડાવાના ર્નિણય કર્યો છે, ત્યારે આ ટ્રેનોનું બુકિંગ ૨૯ સપ્ટેમબરથી શરૂ થશે. જેમાં જનરલ ક્લાસ, સ્લીપર ક્લાસ અને એસી કોચ છે. ટ્રેનની જરૂરી માહિતી રેલવેની ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવી શકાશે.
તહેવારોમાં રેલવે વિભાગ દોડાવશે ૬ હજાર સ્પેશિયલ ટ્રેન
Related Posts
Add A Comment


