લોકભાષા-ભુજ :
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં “ભારત વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યું છે. ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા ટાઉનહોલની દીવાલોને વિવિધ થીમ આધારીત ભીંતચિત્રોથી સજાવાઇ છે. આ ભીંતચિત્રોમાં ભારત, ગુજરાત તથા કચ્છના પ્રખ્યાત સ્થળોની ઝાંખી તથા દેશની વિવિધ સિદ્ધિઓને કંડારેલી જોઇ શકાય છે. ભીંતચિત્રોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, મેટ્રો ટ્રેન, ભુજ સ્વામીનારાયણ મંદિર, દેશના બંદરો, ગિરનારની રોપ-વે, સફેદ રણ, સ્મૃતિવન, ક્રાંતિતીર્થ, સોલાર પાર્કને નિહાળી શકાય છે. આ ભીંતચિત્રોના માધ્યમથી નગરપાલિકાએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત નાગરિકો પ્રયાસરત રહે તેવો સંદેશો પાઠવ્યો હતો.


