લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના ઢોરી ગામની સીમામાં ખેતરના સેઢા પર ચાલતા જુગાર ધામ પર એલસીબીએ દરોડો પાડીને મોહન ઉર્ફે મનજી પાંચા ચાડ, સવાભાઇ સુરાભાઇ મકવાણા, દિનેશ રમેશ ડાંગર, પ્રેમજી લખુ મહેશ્વરી, કુલશુમબેન કાસમ સાલેમામદ છરેચા, અને સુંદરબા પથુભા વંકાજી સોઢાને રૂપિયા 73,900 રોકડ, તથા 21 હજારના છ મોબાઇલ મળીને કુલે રૂપિયા 94,900ના મુદામાલ સાથે પકડીને માધાપર પોલીસ મથકે જુગારઘારાની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો.

