લોકભાષા-ભુજ :
એક લાખના દોઢ લાખ આપવાની ઇન્સ્ટ્રાગ્રામ પર રીલ જોઇ નાસીકના કોન્ટ્રાક્ટર લાલચમાં આવી ગયા ધૂતારાઓએ ભુજ રૂપિયા આપવાનું કહી ભુજ બોલાવીને જ્યુબીલી સર્કલ પાસે ત્રણ લાખના બદલામાં સાડા ચાર લાખ રૂપિયા આપવાનું નક્કી કરીને ત્રણ લાખ ભરેલી થેલી ઝુંટવીને ફરાર જઇ થઇ ગયા હતા. ભુજ બી ડિવિઝન પોલીસ મથકે બે ઠગબાજ સામે ફરિયાદ નોંધાવાઇ હતી.
મુળ નખત્રાણા તાલુકાના નાના કાદીયા ગામના અને હાલ મહારાષ્ટ્રના નાસીક જિલ્લાના માડસાંગ્વી ખાતે રહીને સેન્ટ્રીંગનું કોન્ટ્રાક્ટ પર કામ કરતા કિશોરભાઇ અરવિંદભાઇ પટેલે વિવેક પંડ્યા અને એક અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે ઇન્ટ્રાગ્રામમાં વિવેક પંડ્યા નામની આઇડી પર રીલ જોઇ હતી. જેમાં પાંચ સો રૂપિયાના બંડલ સાથે એક લાખના દોઢ લાખ કરી આપવાનું લખેલું જોયું હતું. જેથી ફરિયાદીએ હેલ્લો કરીને મેસેજ કર્યો હતો. ત્યાર બાદ વિવેક પડ્યા નામના વ્યક્તિનો ફરિયાદીને ફોન આવ્યો હતો. અને વોટ્સએપ કોલ કરવાનું કહ્યું હતું. ફરિયાદીએ ફોન કરતાં ધૂતારાએ ફરિયાદીને તમે ક્યાના છો, શું કામ કરો છે. તેવી વિગતો જાણી પોતે માધાપરનો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ ફરિયાદી અને વિવેક પંડ્યા વચ્ચે અવાર નવાર વોટ્સએપ પર વાતો થતી હતી. ત્યાર બાદ ફરિયાદીને એક લાખના દોઢ લાખ આપવાની વાત કરી હતી. ત્યાર બાદ ફરિયાદીએ પોતા પાસે એક લાખ છે. ત્યારે વિવેકે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા ત્રણ લાખ રૂપિયા હોય તો, દોઢ ગણી રકમ મળશે તેવી વાત કરતાં ફરિયાદીએ પોતાના બે લાખ અને મિત્ર ભૌતિક ઇશ્વરભાઇ પટેલને વાત કરતાં ફરિયાદી અને તેમના મિત્ર ભૌતિક બન્ને જણાઓ રૂપિયા ત્રણ લાખ લઇને નાસીકથી શનિવારે સવારે માધાપર આવ્યા હતા. ફરિયાદીએ વિવેકને ફોન કર્યો હતો. વિવેકે તેમના માણસને મોકલીને માધાપરથી આર.ટી.ઓ. સર્કલ પાસે ફરિયાદીને મુકી ગયા હતા. બાદમાં વિવેકે પોતે રૂપિયા લઇને આવે છે. તેમ કહીને તેના માણસ દ્વારા ફરિયાદીને સાંજે ભુજ જ્યુબીલી સર્કલ પાસે તેળી આવીને ફરિયાદી પાસેથી રૂપિયા માંગ્યા હતા. ફરિયાદીએ રૂપિયા ભરેલી થેલી બતાવતાં વિવેક અને તેના સાગરીતે ફરિયાદી પાસેથી ત્રણ લાખ ભરેલી થેલી ઝુંટવીને નાસી ગયા હતા. બી ડિવિઝન પોલીસે વિવેક અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

