લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક કોઈ કારણોસર ટેન્કરમા બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું આ બ્લાસ્ટની ઘટનાથી લોકો એકત્રિત થઈ ગયા હતા અને થોડો સમય ભયની લાગણી ફેલાઈ હતી.
આ બનાવની મળતી વિગતો મુજબ મીઠીરોહર નજીક ટેન્કરમા એકાએક બ્લાસ્ટ થયો હતો. આ બનાવ અંગે સ્થળ ઉપર ચર્ચાતી વિગતો મુજબ અમુક લોકો દ્વારા વેલ્ડીંગની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું જણાવતા હતા તો અન્ય લોકો દ્વારા ટેન્કરનું ઢાંકણું ખોલતા જ બ્લાસ્ટ થયો હોવાનું જાણવતા હતા આ ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી એકાએક ટેન્કરમાં બ્લાસ્ટ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને થોડો સમયનો અફડાતફડીનો માહોલ પણ સર્જાયો હતો આ બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.


