લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાની સગીરાનું અપહરણ કર્યા બાદ મમુઆરા પાસેની હોટલમાં દુષ્કર્મ કર્યાની ફરિયાદમાં પોલીસે તપાસ કરીને આધાર પુરાવા વીના રૂમ આપી સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનારા હસ્તિક હોટલના સંચાલક વિરૂધ્ધ જાહેર નામના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
ભુજ તાલુકા ગામની સીમમાં વાડી વિસ્તારમાંથી ગત 6 નવેમ્બરની મધરાત્રે સગીરાનું અપહરણ કરીને મમુઆરા પાસે આવેલી હોટલમાં રૂમમાં દુષ્કર્મ ગુજારનારા મહિસાગરના વિનોદ સના ડામોર સામે પધ્ધર પોલીસ મથકે અપહરણ બાદ માધાપર પોલીસ મથકે દુષ્કર્મની કલમ તળે ગુનો નોંધાયો હતો. જેમાં તપાસ દરમિયાન આરોપી વિનોદે તેના ધાણેટી ગામે રહેતા મિત્ર સચીન ડુંગરીયાની મદદથી મમુઆરા ગામ ત્રણ રસ્તા પર આવેલી હસ્તિક હોટલમાં રૂમ રાખીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું હતું. પધ્ધર પોલીસે હસ્તિક હોટલ એન્ડ રેસીડન્સીમાં જઇને તપાસ કરતાં હોટલ સંચાલક સત્યમભાઇ ડાયાભાઇ ચાવડા રહે કાળીતલાવડીની પુછપરછ કરતાં તેણે કોઇ પણ આધાર પુરાવા લીધા વીના અને પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કર્યા વીના રૂમ રહેવા આપી દીધો હોવાનું બહાર આવ્યું હતું. જેથી હોટલ સંચાલક સત્યમ ચાવડા સામે જાહેર નામાના ભંગ બદલ પધ્ધર પોલીસે કાર્યવાહી કરી હતી.


