લોકભાષા-ભુજ :
ભુજમાં હાથ બનાવટની દેશી બંદૂક સાથે એક ઈસમની પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ ભુજના અંજલિનગર ખાતે બાવળોની જાડીમાં રાજેશ વેલજી કોલી પાસેથી દેશી બંદૂક એક કિંમત એક હજારની મળી એલ.સી.બીને મળી આવી હતી.આ ઈસમ પાસે કોઈપણ આધાર મળી આવ્યા ન હતા.ભુજ બી ડીવીજન પોલિસ મથકે હથિયાર ધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે,બંદૂક ક્યાંથી આવી હતી તેનો સુ ઉપયોગ થયો છે તે સહીતની વિગતો તપાસવામાં આવી રહી છે.આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ભુજમાં અગાઉ પણ હથિયારો બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી.જેમાં અનેકના પગ નીચે રેલો આવ્યો હતો.ત્યારે આજે ઝડપાયેલ બંદૂક અંગે તપાસ શરૂ કરાઈ છે


