લોકભાષા-ભુજ :
બાયઠ ગામે રહેતી 44 વર્ષીય પરણીત મહિલાના ઘરમાં ઘુસી બે શખ્સે બળજબરીથી દુષ્કર્મ ગુજારતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે 25 દિવસ બાદ ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે બાયઠ અને અબડાસા તાલુકાના ડુમરા ગામના આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા હતા.
ગઢશીશા પોલીસે ભોગબનાર પરિણીતાની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, બનાવ ગત 5 નવેમ્બર બપોરે ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. બાયઠ ગામે રહેતા ભાવેશ માતંગ અને ડુમરા ગામના હુશેન સુમરા નામના બે શખ્સો ફરિયાદ મહિલા ઘરે એકલી હતી. ત્યારે તેના ઘરમાં ઘુસી આવ્યા હતા. અને ફરિયાદી મહિલાની મરજી વિરૂધ્ધ બળજરીથી દુષ્કર્મ ગુજાર્યો હતો. બનાવ અંગે 20 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવાતાં ગઢશીશા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને બાયઠ ગામના આરોપી ભાવેશ અને ડુમરાના હુશેનને રાઉન્ડઅપ કરી લઇ આગળની તપાસ હાથ ધરી છે.

