લોકભાષા-ભુજ :
ભુજના સ્ટેશન રોડ પર આવેલા શાહ કોમર્શીયલ સેન્ટરમાં શનિવારની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. એક સાથે ત્રણ જેટલી ઓફિસોના તાળા તોડીને રૂપિયા 1,09,000ના મુદામાલની ચોરી કરી ગયા હતા. ચોરીના બનાવથી વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
ભુજના શાહ કોમર્શીયલ સેન્ટરમાં વાણિજ્ય સલાહકાર તરીકે ઓફિસ ધરાવતા રોહિતકુમાર જયંતીલાલ ગોરની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, શનિવારની રાત્રે ફરિયાદીની ઓફિસના શટરના તાળા તોડી કોઇ અજાણ્યા શખ્સ ઓફિસમાંથી 25 હજારનું લેપટોપ, છ હજારનો મોબાઇલ તેમજ ડ્રીલ મશીન કિંમત રૂપિયા 3,500ની ચોરી તેમજ ફરિયાદીની ઓફિસની બાજુમાં આવેલ સુમિતભાઇ પોકારની ઓફિસમાંથી 2 હજાર રોકડ, તથા 25 નંગ કોમ્પ્યુટરની રેમ કિંમત રૂપિયા 12 હજાર, બે હાર્ડ ડ્રાઇવ કિંમત રૂપિયા 5 હજાર, ગ્રાફિક્સ કાર્ડ નંગ બે, કિંમત રૂપિયા 12 હજાર, પ્રોસેસર નંગ 15 રૂપિયા 15 હજારની ચોરી કરી ગયા હતા. તેમજ બાજુની ઓફિસના પણ તાળા તૂટેલા હજા પણ ઓફિસ બંધ હોવાથી અંદરથી શું ચોરાયું છે. તે જાણી શકાયું નથી. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

