લોકભાષા-ભુજ :
પધ્ધર નજીક હાઇવે પર આવેલી ઓફિસ પાસે પાર્ક કરેલી બે ટ્રકમાંથી ડીઝલ ચોરી કરી જવાના કેસમાં પોલીસે નાના દિનારા અને પૈયા ગામના કિશોર સહિત ત્રણ તસ્કરોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરાઉ ડીઝલ અને બોલેરો પીકઅપ કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.
પધ્ધર ગામ નજીક ભુજ ભચાઉ હાઇવે પર હિતેશ સપ્લાયર્સ નામની ઓફિસની બહાર પાર્ક કરેલી બે ટ્રકોમાંથી ત્રણ નવેમ્બરની રાત્રીના 150 લીટર ડીઝલ ચોરી જવાનો બનાવ બન્યો હતો. આ કેસમાં પધ્ધર પોલીસે નાના દિનારા અલાયાવાંઢમાં રહેતા હમીદ દેશર તૈયબ, પૈયા ગામના ઇરફાન હાજી અધા મોખા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત ત્રણ તસ્કરોને પકડી પાડ્યા હતા. તેમના કબ્જામાંથી 70 લીટર ડીઝલ કિંમત રૂપિયા 6,300 તેમજ 5 લાખની બોલેરો જીપ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
| ReplyForwardAdd reaction |

