લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના મોઢામાંથી ધાણીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સોને પધ્ધર પોલીસે ઝડપી લીધા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પધ્ધર પોલીસને મળેલી બાતમીના આધારે ભુજ તાલુકાના મોખાણામા જુગાર અંગે રેડ કરી ધાણીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
ભુજ તાલુકાના મોખાણા ગામે ધાણી પાસાનો જુગાર રમી રહેલા ઉમર ફકીરમામદ હોડા, હશન ફકીરમામદ હોડા અને અલ્તાફ કાસમ હોડા નામના ત્રણ ઇસમોને મંગળવારે બપોરે પધ્ધર પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપિયા 17,800 અને ત્રણ મોબાઇલ કિંમત રૂપિયા 6 હજાર મળીને કુલે 23,800નો મુદમાલ કબ્જે કરી ત્રણેય વિરૂધ્ધ જુગાર ધારાની કલમ તળે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


