લોકભાષા-ભુજ :
કનૈયાબે ગામ પાસે સહયોગ હોટલ પર નાડાપાના ડ્રાઇવર સાથે ટ્રકનો સોદો કરી નાણા ન આપીને ઠગાઇ કરવાના કેસમાં છેલ્લા આઠ મહિનાથી ફરાર આરોપીને પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમે બાતમી પરથી ગાંધામથી પકડી પાડી પધ્ધર પોલીસને સોંપ્યો હતો.
નાડાપા ગામે રહેતા વિરમભાઇ ભચુભાઇ માતા સાથે હાજાપરના આરોપી મુકેશ સામજીભાઇ સીજુએ ડમ્પર (ટ્રક)નો સોદો કરીને 1.50 લાખ એડવાન્સ આપી બાકીના નાણા આપવાનો તેમજ બેન્ક લોનના હપ્તા ભરવાનું કહી આરોપીએ બાકીની રકમ કે, બેન્કના લોનના હપ્તા ન ભરી છેપરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો. પધ્ધર પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસમાં આરોપી નાસતો ભાગતો હોય સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશનની ટીમે બાતમી પરથી આરોપી મુકેશને ગાંધીધામ ખાતે ભાડાના મકાનમાંથી દબોચી લઇ પધ્ધર પોલીસને સુપ્રત કર્યો હતો.

