લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના રતડીયા ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે બેન્ટોનાઇટની ચોરી કરતા બે ટ્રક અને એક લોડર પકડાયા હતા. તેમજ શેરડી ગઢશીશા વચ્ચે બોલ ક્લે ભરીને જતા ડમ્પરને ઝડપી પાડી ગઢશીશા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા વિસ્તારમાં એલસીબી અને ખાણ ખનીજ વિભાગની ટીમ સભ્યો વાહન ચેકિંગની કામગીર કરી રહ્યા હતા. ત્યારે બાતમી પરથી રતડીયા ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે બેન્ટોનાઇટ ખનીજની ચોરી કરી રહેલા બે ટ્રક અને લોડરને પકડી પાડ્યા હતા. તેમજ શેરડી ગઢશીશા ગામ વચ્ચે વાહન ચેકિંગ દરમિયાન બોલ ક્લે ભરીને જતા એક ડમ્પરને પકડી પાડ્યું હતું. ત્રણે વાહનને ડીટેઇન કરીને ખાણ ખનીજ વિભાગને રીપોર્ટ કર્યા બાદ આગળની કાર્યવાહી માટે ગઢશીશા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા.

