લોકભાષા-ભુજ :
તાજેતરમાં ખાવડા પોલીસ મથકે વાયર ચોર ટોળકી સામે નોંધાયેલા ગેંગના ગુનામાં ફરાર આરોપીને એસસીબીએ ભુજ દાદુપીર રોડ પરથી ઝડપી પાડ્યો હતો.
પશ્ચિમ કચ્છના 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાયર ચોરી કરતી ગેંગના આઠ ગુનેગારો સામે ગત 6 નવેમ્બરના ખાવડા પોલીસ મથકે સંગઠીત ગેંગનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ ગેંગનો નાના વરનોરાનો અભુભખર જુસબ ગગડા પોલીસ પકડથી દુર નાસતો ફરતો હોઇ જે ભુજ દાદુપીર રોડ પર હાજર હોવાની બાતમી મળતાં પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે આરોપીને ઝડપી પાડીને બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.


