લોકભાષા-ભુજ :
લખપત તાલુકાના પાન્ધ્રો ગામની સીમમાં નારાયણ સરોવર પોલીસે બાતમીના આધારે ખેતરમાં ઝાડ નીચે દાટેલા દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી શરાબની 96 નંગ બોટલ કિંમત રૂપિયા 53,952નો મુદમાલ કબ્જે કરીને કાર્યવાહી કરી હતી.
નારાયણ સરોવર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે પાન્ધ્રો ગામે રહેતા દેવજી અરજણ સથવારા (ઉ.વ.50)ના કબ્જાના ખેતરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ખેતરમાં લીંબડાના ઝાડ નીચે દાટેલી શરાબની 8 પેટીઓ મળી આવી હતી. આરોપીની દારૂની 96 બોટલ કિંમત રૂપિયા 53,952ના મુદામાલ સાથે ધરપકડ કરીને પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો હતો. આ કામગીરીમાં નારાયણસરોવર પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર એમ.એચ.પટેલ સાથે તેમનો સ્ટાફ જોડાયો હતો.

