Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : આદીપુર પોલીસે ગાડીઓ પર સ્ટંટ કરતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરી હતી. સોશ્યલ મિડિયામાં વિડીયો વાયરલ થતા મામલો સામે આવ્યો હતો અને પોલીસ હરકતમાં આવી હતી. અવારનવાર બનતા આવા બનાવો સામે પોલીસ કાયદાનો દંડો ઉગામે છે. આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને સોસીયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયેલ જેની તપાસ કરી તથા નેત્રમ શાખાની મદદથી તમામ ગાડીઓના રજીસ્ટ્રેશન નંબરની માહિતી મેળવી તે આધારે તપાસ કરી ફોરવ્હીલ ગાડીઓના વાહન ચાલકો વિરૂદ્ધ આદીપુર પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આદિપુર પોલીસે આ ગુનામાં આરોપીઓ આર્યા વિશાલ દુબે ઉ.વ.૧૮ રહે.બી/૨૮૮ સપાનાનગર ગાંધીધામ, પાર્થ જેહાભાઈ ચૌધારી ઉ.વ.૨૦ રહે. પ્લોટ નં.૪૮૪…
લોકભાષા-ગાંધીધામ : ભચાઉમાંથી ગેરકાયદેસ૨ દેશી હાથ બનાવટના તમંચા સાથે એક આરોપીને લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. એલ.સી.બી. ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દ૨મ્યાન બાતમી હકીકત મળેલ કે સાજીદ ઉમર ભટ્ટી પાસે ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા જેવુ હથિયાર છે. જે હથિયાર લઈને માનસરોવર તરફથી જુના બસ સ્ટેશન તરફ પગે ચાલીને આવી રહેલ છે. જેથી એલ.સી.બી ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી આ જગ્યાએ જઈ તપાસ કરતા આરોપી પાસેથી દેશી બનાવટનો સિંગલ બેરલ વાળો તમંચો મળી આવતા આરોપી સાજીદ ઉમર ભટ્ટીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય આરોપી સરદારનુ નામ બહાર આવતા બને વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ તંત્રને કાળી ટીલી લગાડનારા જખૌ પોલીસ મથકના મુદમાલરૂમમાંથી 75 કિલો કેબલ વાયરની ચોરીના કેસમાં ખુદ પોલીસ કર્મીની મદદગારીથી ચોરીને અંજામ અપાયો હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઇ હતી. જખૌ પોલીસે આ કેસમાં અબડાસાના ગઢવાડા ગામના એક આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો, પ્રકરણમાં પોલીસ મથકના જ એક કોન્સ્ટેબલની સંડવણી પાધરી થતાં પોલીસે પુરાવાઓ એકઠા કરવા તજવીજ હાથ ધરી છે. કચ્છના સરહદી અને અતિ સંવેદનશીલ ગણાતા દરીયાઇ વિસ્તારમાં આવેલા જખૌ પોલીસ મથકમાં પોલીસે ગુનાકામે રીકવર કરેલો ચોરીનો મુદામાલ સ્ટોરેજમાંથી ચોરાઇ જવાની ઘટના બની હતી. આ પ્રકરણમાં અગાઉ…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શહેરને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની મહત્વપૂર્ણ દરખાસ્ત રાજ્ય સરકારને સુપરત કરવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજ અને માનદ મંત્રી મહેશ તિર્થાણીએ, રાજ્યના પ્રવાસન મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રવાસન ક્ષેત્રનો વિકાસ અત્યંત આવશ્યક છે. ગાંધીધામ શહેર ઔદ્યોગિક અને આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં તેમજ તાજેતરમાં જ મહાનગરપાલિકા માં સ્થાન પામ્યું હોવા છતાં પણ, આજુબાજુના વિસ્તારમાં પ્રવાસન આકર્ષણો ઓછા હોવાથી, સ્થાનિક અને પ્રવાસી મુલાકાતીઓ માટે મનોરંજનની સુવિધાઓ વધારવાની તાતી જરૂરિયાત દર્શાવાઈ છે. આ સંદર્ભે, બાજુમાં જ સ્થિત, શિણાય જળાશય વિસ્તારને આંતરરાષ્ટ્રીય કક્ષાના…
લોકભાષા-ભુજ : કચ્છના લખપત તાલુકામાં આવેલી જીએમડીસી લિગ્નાઇટ ખાણમાં દક્ષિણ ભારતીય તેલુગુ ફિલ્મ ‘આકાસમ લો ઓકા તારા’નું શૂટિંગ શુક્રવારથી શરૂ થયું છે. ડાયરેક્ટર પવન સદિનેનીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા દુલકર સલમાન અને અભિનેત્રી રોહિણી શર્મા મુખ્ય ભૂમિકામાં છે. લિગ્નાઈટ ખાણના જનરલ મેનેજર નાગેન્દ્રભાઇના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં પ્રથમ વખત તેલુગુ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે, જે બે-ત્રણ દિવસ સુધી ચાલશે. ફિલ્મની ટીમ મોટી સંખ્યામાં વાહનો સાથે સ્થળ પર પહોંચી છે અને માઈન્સ વિસ્તારમાં અલગ-અલગ લોકેશન્સ પર મોડી સાંજ સુધી શૂટિંગ કરી રહી છે. લકી ભાસ્કર’ અને ‘સીતા રામમ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા દુલકર સલમાનની આ…
લોકભાષા-ગાંધીધામ : ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને એસ.ઓ.જી. ગાંધીધામએ ઝડપી પાડ્યા હતા પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ને ખાનગી બાતમી મળી હતી કે, ગાંધીધામ વિસ્તારમાં આવેલ બિઝનેશ આર્કેડ પ્લોટ નંબર ૮. ડી.સી-૨ સુભાષનગ૨ કોરીયર ઓફીસ ખાતે માદક પદાર્થ ગાંજાની ડીલેવરી લેવા આવનાર હોય જેથી વોચમાં રહી, કુરીયરની ઓફીસમાંથી બહાર પાર્સલ લઈ નીકળતા આરોપી રાજીવ વિન્દેશ્વ૨ રાય અને સુભાષ દાહોર જાદવને ઝડપી પાડ્યા હતા. પૂર્વ કચ્છ એસઓજીએ બાતમીના આધારે આરોપી ૨ાજીવ વિન્દેશ્વ૨ ૨ાય ઉવ ૪૧ ૨હે. પી.એસ.એલ. કાર્ગો ઝુંપડા ગાંધીધામ મુળ ૨હે. નયા ટોલા સબનીમા આથમગોળા પટના બિહાર અને સુભાષ દાહોર જાદવ ઉવ ૩૫ ૨હે.શાંતિધામ હરીઓમનગર બુધ્ધ બજા૨ની બાજુમાં ગાંધીધામ મુળ…
લોકભાષા-ગાંધીધામ : ભચાઉ નજીકથી લોખંડના સળીયાના જથ્થા સાથે એક આરોપીને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો જયારે અન્ય આરોપીઓ નાસી ગયા હતા. એલસીબી પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે આરોપી સાવન ભરતભાઈ જોષી રહે. ઉપલોવાસ ભચાઉ તથા મહેન્દ્રસિંહ નામનો ઇસમ બંને સાથે મળી ભચાઉથી સામખીયાળી જતા નેશનલ હાઇવે પર આવેલ આશીષ હોટલની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારૂ હાઇવે પર જતા અલગ અલગ ટ્રેલરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી લોખંડના સળીયાની ચોરી કરે છે. બાતમીના આધારે આશીષ હોટલની પાછળ આવેલ ખુલ્લી જગ્યામા તપાસ કરતા એક ટ્રેલર ઉભી…
લોકભાષા-ભુજ : જખૌ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ આવેલ મુદ્દામાલ રૂમમાં પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ કોઇ અજાણ્યા ચોરો લઇ ફરાર થઇ ગયા છે. જે મામલે જખૌ પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. ચોરીના બનાવ 2 તારીખ પહેલા કોઇપણ સમયે બન્યો હોવાનો અનુમાન છે. જો કે ગઇકાલે પોલીસના ધ્યાને આ મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે વિવિધ ગુન્હામાં કબ્જે કરેલ કોપર કેબલનો અલગ-અલગ જથ્થો કિંમત રૂપીયા 45,000 ની ચોરી કરી ફરાર થઇ ગયા છે. પોલીસના ધ્યાને મામલો આવ્યા બાદ જખૌ પોલીસ મથકના પીએસઆઇ હીરા મઠીયાએ ફરીયાદી બની અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધાવી છે. અને પોલીસે આ…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના ગોધરા ગામે એલસીબીએ રહેણાકના મકાનમાં છાપો મારીને આરોપીને રૂપિયા 22,391ની કિંમતની વિવિધ શરાબની 36 નંગ બોટલો અને 14 નંગ બીયરના ટીન કિંમત રૂપિયા 1,722 અને 15 હજારના મોબાઇલ સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે, ગોઘરા ગામે રહેતા જીગ્નેશ ઉર્ફે જીગર કરશન બુચીયા (ઉ.વ.26) બહારથી દારૂનો જથ્થો મંગાવીને વેચી રહ્યો છે. જેથી એલસીબીની ટીમે તેના ઘરમાં દરોડો પાડીને 36 નંગ દારૂની બોટલો અને 14 નંગ બીયરના ટીન તથા 15 હજારનો એક મોબાઇલ મળીને કુલ. રૂપિયા 39,113નો મુદમાલ કબ્જે કરીને આરોપીને આગળની કાર્યવાહી માટે મુદમાલ સાથે માંડવી…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા સ્પામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોવાના અવારનવાર આક્ષેપો થતા હોય છે ત્યારે ગાંધીધામ એ ડીવીઝન પોલીસે ગાંધીધામના સ્પામા કાર્યવાહી કરી કુટણખાણાનો પર્દાફાશ કર્યો હતો ગાંધીધામ એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે ગાંધીધામના ધ કેપીટલ થાઈ સ્પામાં તપાસ કરતા કુટણખાણાનો પર્દાફાશ થયો છે ગાંધીધામના કચ્છ કલા કોમ્પલેક્ષના પ્રથમ માળે ચાલતા ધ કેપીટલ થાઈ નામના સ્પામા પોલીસએ તપાસ કરતા કુટણખાણાનો પર્દાફાશ થયો હતો જેમાં સંચાલક આરોપી રાજવીર પ્રવીણભાઈ ગઢવીની અટકાયત કરવામાં આવી છે રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ 17000 રૂપિયા નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન ત્રણ મહિલાને મુક્ત કરાવવામાં આવી…

