Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : અબડાસા તાલુકા વિસ્તારમા ફ્લાઈંગ સ્કવોડની ટીમે ગેરકાયદેસર બેંટોનાઈટની ગાડીઓ જપ્ત કરીને કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે ભૂસ્તરશાસ્ત્રી અને ભુજ ફ્લાઈંગ સ્કવોડની સંયુક્ત તપાસટીમ દ્વારા મધ્ય રાત્રીના ખાનગી વાહનોમાં અબડાસા તાલુકાના ખીરસરા ગામ ખાતે આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન બેન્ટોનાઈટ ખનિજ નું ગેરકાયદેસર ખનન કરતા બે એકસકેવેટર મશીન તથા ગેરકાયદે રીતે બેન્ટોનાઈટ ખનિજ વહન કરવાના ઇરાદે આવેલ 4 ટ્રક જપ્ત કરવામાં આવી હતી.જે પૈકી એક ટ્રકમાં આશરે 25 મેટ્રિક ટન બેન્ટોનાઈટ ખનિજ ગેરકાયદેસર ભરવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. સંયુકત તપાસટીમ દ્વારા તમામ વાહનો સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે .આ બનાવમાં…
લોકભાષા-ગાંધીધામ : જેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાતી હતી અને જેની તૈયારી રાત દિવસ કરાતી હતી તેની આતુરતાનો અંત આવી ગયો. તારીખ 22 જાન્યુઆરી 2025 ના રોજ 43મો ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટને દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સીંહ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ઓથોરિટી ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ નવ ટીમો વિશાખાપટનમ પોર્ટ, પારાદીપ પોર્ટ, મુંબઈ પોર્ટ, શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, કોલકતા, જવાહરલાલ નહેરૂ પોર્ટ, ચેન્નાઇ પોર્ટ, ન્યૂ મેંગ્લોર પોર્ટ, વી ઓ ચિદમ્બરમ્ પોર્ટઅને યજમાન ટીમ, દીનદયાલ પોર્ટ ની ટીમો ભાગ લેવા માટે આવી પહોંચી હતી અને બધી ટીમોના ખેલાડીઓનું સંગીતના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં પોર્ટના સચિવ હરિચંદ્રને કહ્યું હતું કે ચેરમેનના નિરંતર પ્રયત્ન દ્વારા ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને બધા ખેલાડી ખેલદિલીની ભાવનાથી રમે તેવી શુભેચ્છા પાઠવી હતી. પોર્ટના ઉપાધ્યક્ષ નંદીશ શુક્લા એ પ્રવચનમાં કહ્યું આપ બધા ખેલદીની ભાવનાથી રમો અને સારી યાદો લઈ જાઓ તેવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પોર્ટના અધ્યક્ષ સુશીલકુમાર સિંહે, ખેલાડીઓને સંબોધીને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આપના બધાનું દીનદયાલ પોર્ટ પરીવાર દ્વારા હાર્દિક સ્વાગત કરું છું અને આપને બધા પ્રકારની સુવિધા આપવામાં આવશે રાષ્ટ્રીય ચરિત્રનું નિર્માણ ખેલદિલીની ભાવનાથી થાય છે અને આપણા પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે ખેલોગે તો ખિલોગે આ સ્લોગન ને આપણે ચરિતાર્થ કરવાનું છે અને તમામે ખેલ ભાવનાથી આ ટુર્નામેન્ટમાં રમવાનું છે ને એક નવા સંબંધનો વિકાસ કરવાનો છે. ત્યાર બાદ ઓલ ઇન્ડિયા મેજર સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના ધ્વજનું પોર્ટના અધ્યક્ષ દ્વારા આવરણ કરવામાં આવ્યું અને પછી બથી ટીમના કેપ્ટનો નો સમૂહ માર્ચ પાસ કાઢવામાં આવ્યું હતું અને ખેલાડીયો એ ખેલદીની ભાવના થી રમવા માટેનાં શપથ લીધા હતા અને પછી ચેમ્પિયનશિપને ખુલ્લી મુકવામાં આવી હતી. આરંભિક મેચ દીનદયાલ પોર્ટ અને જવાહરલાલ નહેરૂ પોર્ટ વચ્ચે રમવામાં આવી હતી ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૧૩ મેચો રમાશે અને 25 તારીખના સેમિફાઇનલ ની બે મેચો રમાશે અને 26 જાન્યુઆરીના રોજ ફાઇનલ મેચ રમાશે અને બીજી મેચ ત્રીજા ટેન્ક માટે રમાડવામાં આવશે. ગોપાલપુરી ના શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા પેવેલિયન મા સવારની અને રાતની અને મેઘપર બોરીચીના “કૃષ્ણનમ- ગ્રાઉન્ડમાં બપોરની મેચ રમાશે, એમ ડી.પી.એ.ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
લોકભાષા-ગાંધીધામ : કચ્છમા ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ સામે ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી કરી ભચાઉ, બોરાણા અને કાઢવાઢ ખાતેથી ડમ્પર, એકસકેવેટર, ટ્રેકટર, ટ્રેલર સહીતના વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મદદનીશ નિયામક ફ્લાઈંગ સ્ક્વોર્ડ ભુજની કચેરીની તપાસટીમ ધ્વારા બે દરમ્યાન ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિ અંગે કાર્યવાહી હાથ ધરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમા ભચાઉ તાલુકાના લાકડિયા ખાતે આકસ્મીક તપાસ હાથ ધરી અધિકૃત રોયલ્ટીપાસ વિના ચાઈનક્લે ખનિજ ભરેલ પાંચ વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે મુન્દ્રાના બોરાણા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી સાદીરેતી ખનીજના ગેરકાયદે ખનન વહન કરતા એક લોડર એક ટ્રેક્ટર અને બે ડમ્પર ઉપરાંત એક બ્લેકટ્રેપ ખનીજના અધીકૃત રોયલ્ટી કરતા…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ કાઢવા મુદે ઈસમોએ યુવાન પર હુમલો કર્યાનો બનાવ બનવા પામ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ ફરીયાદી અર્જુન જીવણભાઈ મદારી સોલાર કંપનીમાં નોકરીએથી પરત આવી રહ્યો હતો ત્યારે સામાવાળા કરણસિંહ ભરતસિંહ જાડેજાએ ઈન્સ્ટાગ્રામનુ સ્ટેટસ મુકેલ જે ડીલીટ કરવા જણાવેલ તેમજ ગાળાગાળી કરી હાથમાં પહેરવાનુ કડુ માથાના ભાગે મારી ધકબુસટનો માર પણ માર્યો હતો. આ બનાવમાં કરણસિંહ તેમજ અર્જુનસિંહ જાડેજા અને અજાણ્યા બે ઈસમો સામે માંડવી મરીન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
લોકભાષા-ભુજ :ભુજ પ્રસાદી મંદિર શ્રી ઘનશ્યામ મહારાજના 15માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે્ ભુજ મંદિર સંસ્થાપિત રાપર ગુરુકુળ સંચાલિતશ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ એવમ મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠા નામ ઉજ્જૈનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદેવષીય ક્ષેત્રીય વૈદિક સંમેલન ના ત્રીજા દિવસ ના મંગલમય પ્રભાતે સર્વે વૈદિકો એકત્રિત થઈને વેદના ધ્વનિનો ગુંજારવ મંત્રોચ્ચાર થી શરૂઆત થયેલ એ દરમિયાન ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સદગુરુ પુરાણી ધર્મનંદન દાસજી સ્વામી પધારતા પ્રસાદી મંદિર ના કોઠારી શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય દાસજીએ આવકાર ની સાથે વેદ શાળા ના સર્વે વૈદિકો પૂજ્ય સ્વામીજીનું વેદના મંત્રો ઉચ્ચાર સાથે મંગલ અભિવાદન કર્યું હતુંઅને વેદની દરેક શાખાઓની કુટીરોમાં જઈને મહંત સ્વામી…
લોકભાષા-ભુજ : નકલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનીને ડિજિટલ અરેસ્ટ કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે તેવામાં ભુજની એક મહિલાને ડિજિટલ અરેસ્ટ કરીને 4.45 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી હતી આ કેસમાં ભુજ બી, ડિવિજન પોલીસ બે આરોપીની સુરતથી ધરપકડ કરી છે. ભુજમાં રહેતા રીમાબેન વિકાસ મહેતા નામની ગૃહિણીને ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી હતી 30 ડિસેમ્બરના ફરિયાદી રીમા બેનને અજાણ્યા નંબર પરથી ફોન આવેલો અને પોતે કુરિયર માંથી બોલતો હોવાની ઓળખ આપી હતી તેમના આધાર કાર્ડ નંબર પરથી તાઇવાનમાં એક કુરિયર મોકલાયું હોવાનું જણાવ્યું…
લોકભાષા-ગાંધીધામ : કચ્છ જિલ્લાની પોસ્ટ ઓફિસોમાં વિધવા સહાય માટે મહિલાઓને તથા પોસ્ટ ઓફિસના ચોક્કસ નક્કી થયેલ સમય મર્યાદાથી સામાન્ય લોકોને થઈ રહેલ હાલાકી પરેશાની બાબતે પૂર્વ કચ્છ યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નિતેશ લાલનને ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે આ અંગે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં પોસ્ટ ઓફિસમાં પૂરતો સ્ટાફ અને યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને ખૂબ હાલાકી પરેશાની થઇ રહી છે ખાસ કરીને વિધવા સહાય માટે મહિલાઓને ખૂબ તકલીફ પડી રહી છે આ મોંઘવારીના સમયમાં પોતાની મજબૂરીમાં નાની એવી રકમ લેવા પોતાના ઘરના અગત્યના કામકાજ મૂકી પોસ્ટ ઓફિસે આવે છે, પોસ્ટ ઓફિસમાં…
લોકભાષા-ગાંધીધામ : અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોખંડના સળીયાના જથ્થા સાથે બે આરોપીઓને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. પૂર્વ કચ્છ એલ.સી.બી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે હરી ગઢવી તથા મેહુલ ગઢવી રહે. અંજાર વાળાઓ હાઇવે રોડ ઉપરથી લોખંડના સળીયા ભરી પસાર થતા ટ્રેલરોના ચાલકોને રૂપિયાની લાલચ આપી ટ્રેલરોમાંથી સળીયાની ચોરી કરી કરાવે છે અને ચોરી કરેલ લોખંડના સળીયાનો મુદ્દામાલ વર્ષામેડી રોડ પર આવેલ આર.કે. આઈ માતા હોટલના સામેના ભાગે આવેલ ગેરેજોના પાછળની ખુલ્લી જગ્યામાં રાખેલ છે. અને ચોરી કરેલ લોખંડના સળીયા તેઓ સગેવગે કરવાની તૈયારી છે. બાતમીના આધારે બાતમી વાળી…
લોકભાષા-ભુજ : ગ્રામ્યવિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપટીકાર્ડ આપવાના આશયથી અમલી થયેલી સ્વામિત્વ યોજના અંતર્ગત આજરોજ સમગ્ર ભારતમાં ૫૦ હજાર ગામોના ૬૫ લાખ પ્રોપર્ટી ધારકોને હાથોહાથ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાનો સ્વામિત્વ પ્રોપટી કાર્ડ ઇ-વિતરણ કાર્યક્રમ ભુજ સ્મૃતિવન ઓડીટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતમાં કચ્છના ત્રણ તાલુકાના ૧૨ ગામના ૧૧૭૪ લાભાર્થીઓને પ્રોપર્ટીકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને દેશભરના લાભાર્થીઓ સાથે સંવાદ કરીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સ્વામિત્વ યોજના થકી લાભાર્થીઓની આકાંક્ષાઓને નવી પાંખો મળી છે, પ્રધાનમંત્રીએ પ્રોપર્ટી કાર્ડને આર્થિક સુરક્ષાની ગેરંટી ગણાવીને આફતમાં આ યોજના થકી વધુ…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા DGFT અને FIEO ના સહયોગથી “જિલ્લા આઉટરીચ પ્રોગ્રામ અને નિર્યાત જાગૃતિ કાર્યક્રમ” નિર્યાત બંધુ અંતર્ગત યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સહુને આવકારતાં, ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ સ્વાગત પ્રવચનમાં, કચ્છ પ્રદેશની ભૌગોલિક સ્થિતિ, અહીંના ઉદ્યોગસાહસિકોની કાર્યક્ષમતા અને સરકારની પ્રગતિશીલ નીતિઓએ મળીને આ પ્રદેશને નિકાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવ્યું છે. અને ખાસ કરીને, કન્ટેનર કાર્ગો, રસાયણો, કાપડ અને એન્જિનિયરિંગ ઉત્પાદનોના ક્ષેત્રોમાં અમારું યોગદાન નોંધપાત્ર રહ્યું છે ત્યારે, કચ્છની હસ્તકલા ક્ષેત્રમાં રહેલી નિર્યાત ક્ષમતા વિશે રાજસ્થાન સાથે તુલના કરતાં મહત્વપૂર્ણ નિરીક્ષણો રજૂ કર્યા હતા તેમજ કચ્છની અનન્ય હસ્તકલા અને તેની નિર્યાત સંભાવનાઓનું…

