Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો ગાંધીધામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશનના વર્લ્ડ ચેરપર્સન શાઇના એન.સી.. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પુજ તથા આંતરરાષ્ટ્રીય સંમેલનના જાયન્ટ્સ કન્વેન્શન ચેરમેન તેજા કાનગડની ઉપસ્થિતિમાં યોજાયેલ. તા. 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાએલ આ સંમેલનમાં દેશ-વિદેશના 2000 જેટલા પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશનના વર્લ્ડ ચેરપર્સન શાઇના એન.સી. એ મુખ્ય અતિથિ તરીકે સભ્યોને સંબોધતાં જણાવ્યું હતું કે, કચ્છની પાવન ભૂમિ પર યોજાઈ રહેલું આ સંમેલન ફાઉન્ડેશનના વૈશ્વિક મિશનને નવી ઊંચાઈએ લઈ જશે. અમારું લક્ષ્ય સમાજના છેવાડાના…
લોકભાષા-ભુજ : ભુજમાં રીક્ષા પાર્ક કરવા બાબતે મારામારીની ઘટના બનવા પામી હતી. જયારે મુન્દ્રા તાલુકાના શીરાચા ગામે પોલીસ ફરીયાદ અંગેનું મનદુઃખ રાખીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભુજના ઈકબાલડાડા મમણએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદ મુજબ કારીયા સમાએ પેસેન્જર રીક્ષા દૂર પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી હતી અને ધકબુશટનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં કેફ સમાએ ધાતુનો પચ કરીયાદીને માથાના ભાગે મારીને ઇજાઓ પહોંચાડી હતી. તેમજ મુજબ સમાએ મદદગારી કરી હતી. ત્રણ ઈસમો સામે ફરીયાદ નોંધી પોલીસે વધુતપાસ હાથ ધરી છે. બીજી તરફ મુન્દ્રા પોલીસ મથકે સામજી…
લોકભાષા-ભુજ : તાલુકાના મોખાણા ગામે મોબાઈલ ફોનમાં ગેમ હારી જતાં કિશોરે ઝેરી દવા પીને જિંદગીનો કરૂણ અંત આણી લેતા અ૨ે૨ાટી ફેલાઈ જવા પામી છે. ભુજના મોખાણા ગામના બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી જાણવા મળતી વિગતો મુજબ ૧૭ વર્ષિય કાર્તિક કાનજીભાઈ મેરીયાએ ગત તા. ૪ જાન્યુઆરીના નિંદામણ બાળવાની ઝેરી દવા પી લેતા તેને કાનજીભાઈ વેલજીભાઈ મેરીયા ભુજની જનરલ હોસ્પિટલમા લઈ આવ્યા હતા. જ્યાં તેઓનું તા. ૮ જાન્યુઆરીના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પધ્ધર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી પરમારના જણાવ્યા પ્રમાણે હતભાગી કિશોર ઘરે મોબાઈલમાં કોઈ ગેમ રમતા તે હારી ગયો હતો જેના આઘાતમા તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક…
લોકભાષા-ભુજ : એલસીબી પોલીસે માંડવી તાલુકાના પાંચોટીયા ગામના તળાવ નજીક મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે બાવળની ઝાડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ દરોડામાં રૂપિયા 30 હજારની કિંમતનો 1200 લીટર તૈયાર આથો જપ્ત કર્યો હતો અને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. એલસીબી પીઆઇ એસ.એન. ચુડાસમાની સૂચના મુજબ પેટ્રોલિંગમાં રહેલી ટીમના પ્રદ્યુમનસિંહ ગોહિલ અને વાલા ગોયલાને મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, દરોડા દરમિયાન આરોપી વિશ્રામ ઉર્ફે પપ્પુ કલ્યાણ ગઢવી ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં માંડવી બીચ પર અંગ્રેજી દારૂ વેચાણનો એક જૂનો વીડિયો…
લોકભાષા-ભુજ : અબડાસા તાલુકાના પિયોણી વાડી વિસ્તારમાં ખેતરના સેઢા પાસે રાખેલ ટ્રેકટરની ટ્રોલીમાંથી કપાસ ૧૪ મણની ચોરીના બનાવમાં પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે. એલસીબીની ટીમે કપાસ, મોબાઈલ વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જાણવા મળતી વિગતો મુજબ એલ.સી.બી.ની ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા આરોપીઓ નખશાલાના રવજી સુમાર કોલી, રામપર રોહાના મામદ હાસમ જુકોજા અને લાલજી રામજી ગોરડીયાના કબજામાંથી કપાસ ૫૫૦ કિ ગ્રા. કિ રૂા. ૩૮, ૫૦૦નો મળી આવ્યો હતો તેમજ છોટા હાથી ટેમ્પો, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઉલ્લેખનીય એ છે કે, ગતતા. ૨-૧૨થી ૧૮-૧૨ના સમયગાળા દરમિયાન ચોરી કરી જતા આ બનાવમાં જયંતિલાલ…
લોકભાષા-ભુજઃ ભુજમાં ૮ હજાર રૂપિયાની લાંચ લેતાં એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયેલાં એસટી નિગમના આસિસ્ટન્ટ ટ્રાફિક ઈન્સપેક્ટરને ભુજની વિશેષ એસીબી કૉર્ટે દોષી ઠેરવી ૪ વર્ષની સખ્ત કેદ સાથે ૮ હજારનો દંડ ફટકાર્યો છે. વર્ષ ૨૦૧૭માં એટીઆઈ અબ્દુલ ગની ઈસ્માઈલ ખલીફા લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. અબ્દુલે રાપર એસટી ડેપોના એક કંડક્ટર પાસે તેની સામે ચાલતાં કેસમાં સજા હળવી કરાવી આપવાની ઉચ્ચ અધિકારીને ભલામણ કરી આપવાની અવેજમાં લાંચ માંગી હતી. રાપર એસટી ડેપોનો કંડક્ટર ૨૦૧૪માં બે વખત બસમાં ટિકિટ વગર પ્રવાસીઓને મુસાફરી કરાવતાં ઝડપાયો હતો. જે બદલ તેની સામે બે ચાર્જશીટ દાખલ થઇ હતી . ભુજમાં એસટીની વિભાગીય કચેરીમાં ચાર્જશીટની સુનાવણી દરમિયાન…
લોકભાષા-ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી.કે.હુંબલ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી કાયમ 2500 થી 3000 જેટલા શિક્ષકોની સતત ઘટ રહે છે જેના કારણે કચ્છનું ભવિષ્ય અંધકારમય બનેલ છે ભાજપના છ જેટલા ધારાસભ્યો મુખ્યમંત્રી સાથે ફોટો સેશન કરી અને શિક્ષકોની જગ્યા ભરાઈ જશે તેવા વારંવાર દાવો કરેલ છે અને માત્ર ફોટો સેશન કરી પોતાની ફરજ પૂરી થયેલ છે તેમ માની કચ્છ નાં લોકોને મૂર્ખ બનાવી રહેલ છે કચ્છના ધારાસભ્યોને ખરેખર કચ્છના બાળકોનું હિત જેવું હોય તો શિક્ષકની જગ્યાઓ ભરી ન શકતા હોય તો સરકાર ઉપર પ્રેશર લાવવા માટે કચ્છના શિક્ષણના હિતમાં રાજીનામાં આપી સરકારને…
લોકભાષા-ભુજ : કચ્છ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર અને ચાર સેકશન ઓફિસરની ભરતી કરી નિમણૂંક આપવામાં આવી હતી. આ ભરતી ગેરકાયદેસર હોવા બાબતે અનેક અરજદારોએ શિક્ષણ વિભાગમાં રજુઆત કરી હતી. સરકારે મામલો ગંભીર ગણી તપાસ સમિતિની રચના કરી છે. તપાસ સમિતિ દ્વારા યુનિવર્સીટીમાં આજે ફરિયાદ કરનાર અરજદારોને બોલાવી નિવેદન મેળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે ઉમેદવારો સીલેકટ થયા તેની પુછપરછ કરવા સાથે અન્ય રીતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વીસનગર એમ. એન. કોલેજના પ્રિન્સીપાલના વડપણ હેઠળની તપાસ સમિતિના ચાર સભ્યો વિવિધ દિશામાં નિવેદનો મેળવી રહ્યા છે. નિવેદનો પરથી તપાસ અહેવાલ તૈયાર કરી શિક્ષણ વિભાગમાં રજુ કરવામાં આવશે. જેથી…
લોકભાષા-ભુજ : પશ્ચિમી વિક્ષોભ ની અસર તળે રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ફરી વળેલા ઠંડીના કાતિલ મોજાથી કચ્છમાં પણ ઠંડીની તિવ્રતા જનજીવનને વ્યાપક અસર પહોંચાડી રહી છે. ખાસ કરીને સવાર અને સાંજ ચાલતા કે બાઇક પર નીકળવું મુશ્કેલ બની જાય છે. આજે ભુજ શહેરમાં 10.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જયારે શિત મથકોમાં મોખરે રહેતા નલિયામાં ન્યૂનતમ પારો બે ડીગ્રી વધારા સાથે આજે 5.4 ડિગ્રીએ અંકિત થયો હતો. ઠંડીમાં રણ અને સમુદ્રી તટ ધરાવતા સરહદી ગામો ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા હતા. ભુજના જાહેર માર્ગો ઉપર સવારના સમયે સન્નાટો જોવા મળ્યો હતો.શિત મથક નલિયામાં આજે 5.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું, આજે વધુ…
લોકભાષા-ભુજ : નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોયલ્ટી કે પાસ પરમીટ વગર ૫૮ ટન બોકસાઈટ ભરેલ ટ્રકને એલ.સી.બીની ટીમે ઝડપી પાડીને કાર્યવાહી કરી છે. ચાલક પાસેથી કોઈ પણ જાતના આધાર પુરાવા મળી ન આવતા કાર્યવાહી હાથ ધરી હતી જાણવા મળતી વિગતો મુજબ પોલીસની પેટ્રોલીંગ દરમિયાન હાજીપીર ફાટક પાસે ટ્રક નં. જીજે.૨૭.ટી.એફ.૦૬૧૫ને ચેક કરતા તેમાંથી બોક્સાઈટ ૫૮ ટન મળી આવેલ જે અંગેના કોઈ પણ જાતના આધારપુરાવા ચાલક પાસેથી મળી આવ્યા ન હતા. આ બનાવમાં ભચાઉ તાલુકાના શિકરા ગામના ભચુહરભમ રબારી (ઉ.વ.૧૯) પાસે રોયલ્ટી પણ જોવા મળી ન હતી. આ બનાવમ ટ્રક સહિતનો જથ્થો નખત્રાણા પોલીસ મથકે લઈ જવાયો હતો. વધુ કાર્યવાહી માટે…

