Author: Nidhiresh A Raval
લોકભાષા- આણંદપર :શુક્રવારથી ચાલુ ચોમાસાની ઝપાટદારમાં પાલર ધુના ધોધમાં નવો પ્રાણ ફરી વળતા અનેક પ્રકૃતિપ્રેમી લોકો કુદરતના આ મનમોહક દ્રશ્યો નિહાળવા પહોંચી રહ્યા છે. ધોધની આસપાસ દ્રશ્યમાવલિએ લોકોમાં આનંદની લાગણી પેદા કરી છે. ગત ઘટનાને ધ્યાને લઈને તંત્રએ ચેતવણી આપી ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તેમજ બે વર્ષ પૂર્વે પણ આ ધોધમાં નાહવા પડેલા બે કિશોરો દુરદૈવને ભેટ્યા હતા. પરિણામે તંત્રએ આ વર્ષે ખાસ તકેદારી રાખી છે અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ધોધ નજીક નહાવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સેલ્ફી લેવામાં જાતજોખમ કે ખતરો ઉભો ન થાય તે માટે સટીંગ કરનારાઓને રોકવા પણ પોલીસ…
લોકભાષા-ગાંધીધામ :લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા ખાનગી હોટેલ ખાતે તેનો ૬૧મો શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો.સમારોહની શરૂઆત ઉષ્માભર્યા સ્વાગત પ્રવચનથી પ્રમુખ લાયન યમન દુનેજા દ્વારા કરવામાં આવી હતી કે જેમણે પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ મેડલ પ્રાપ્ત કર્યો છે અને જે ગાંધીધામ ક્લબમાં પ્રથમ વખત કોઈ પ્રમુખ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યો છે. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ઈન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશભાઈ પ્રજાપતિ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. લાયન સુરોજીત ચક્રવર્તીએ લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના ૬૧મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. જ્યારે લાયન સુભદા શેટ્ટી એ મંત્રી તરીકે અને લાયન મનોજ અજવાની એ ખજાનચી તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. જિલ્લા ગવર્નર લાયન ભરત…
લોકભાષા-ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસીએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી ૮૦ ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે.ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે.રાજ્ય સરકાર ના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાંકીય…
નેત્રાથી બડિયારા પાંચ કિમી અંતર ધરાવતો રોડ અંત્યંત ખરાબ હાલતમાં હોઈ તેને પ્રધાનમંત્રી સડક યોજનામાં આવરી લેવામાં આવે તો મુખ્યત્વે માલધારી વર્ગ તેમજ ખેત મજૂરની વસ્તી ધરાવતા બડિયારાને સવલત મળી રહે વળી આ ગામ નાનું હોઈ જીવન જરૂરિયાત વસ્તુ લેવા કે દવાખાને જવા નેત્રાનો જવું જ પડતું હોય છે ત્યારે લાંબા સમયથી આ અત્યંત બિસ્માર માર્ગ પર ચાલવું ગ્રામજનોને જાણે કંટક પર ચાલવા સમાન લાગી રહ્યું છે. વળી અત્યાર સુધીમાં આ રોડ એક જ વખત બન્યો છે ત્યારે આ રોડ ને ફરી ડામરથી મઢી લોકોની તકલીફ દૂર કરવા તેને પ્રધાન મંત્રી સડક યોજના માં આવરી લેવામાં આવે એવી માંગણી નખત્રાણા…
લોકભાષા-ગાંધીધામ :કચ્છના સુરજબારી બ્રિજ પર ટ્રેલર પર રહેલું પવનચક્કીનો મહાકાય પાર્ટ્સ કાર પર ખાબકતા દુર્ઘટના સર્જાઈ હતી પાર્ટ્સ કાર પર પડતા કારમા રહેલા લોકો કારમાં દબાયા હતા ગાડીમાં રહેલા લોકોમાંથી એકનું મોત થયું હોવાનુ જાણવા મળ્યુ છે જ્યારે છ લોકોને સલામત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ દુર્ઘટના બાદ ક્રેનો વડે બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને પવનચક્કીનો પાર્ટ્સ કાર ઉપરથી હટાવવામાં આવ્યો હતો પૂર્વ કચ્છ પોલિસ અને હાઇવે પેટ્રોલિંગની ટીમોએ ઘટના બાદ બચાવ કામગીરી હાથ ધરી હતી
લોકભાષા-ગાંધીધામ :અગ્રવાલ સમાજ ગાંધીધામની પાંખ અગ્રવાલ સમાજ મહિલા સંગઠન અને અગ્રવાલ યુવા સંઘની વર્ષ 2025 થી 2027 સુધીની નવી કારોબારી સમિતિની રચના સર્વ સંમતિથી કરવામાં આવી તેમાં પ્રમુખ કિરણ ગોયલ, ઉપપ્રમુખ ઉષા બંસલ, મંત્રી રેખા ગોયલ, સહ મંત્રી મિતુ ગોયલ, કોષઘ્યક્ષ કિંજલ બંસલ અને યુવા સંગઠનના પ્રમુખ દેવેન્દ્ર ગોયલ, ઉપપ્રમુખ અભિમન્યુ ગર્ગ, મંત્રી માનવ ગોયલ, સહમંત્રી ગીરીશ અગ્રવાલ, સંદીપ અગ્રવાલને કોષઘ્યક્ષ અમિત અગ્રવાલ, મીડિયા કોરડીનેટર આદિત્ય અગ્રવાલ નિમાયા હતાં સોંને અગ્રવાલ સમાજના પ્રમુખ સમીર ગર્ગ, સંજય ગર્ગ, પાયલ બિન્દલએ શુભઆશિષ આપ્યા હતાં અને સમાજ માટે તન મન ધનથી સમાજની સેવા કરશો આવી આશા વ્યક્ત કરી હતી તેવું સમાજના મીડિયા ઇન્ચાર્જ…
લોકભાષા-ભુજ :મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે આવતી કાલે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોચ્યા હતા.મુખ્યમંત્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સ બી.એસ.એફ.ની ૮૫ બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું.૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને ૨૧માં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યુ હતુ. ૮૫ બટાલિયને રેજિમેન્ટલ ઈન્સિગ્નિયા અને રાઈફલ રેક જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને ૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને બલુચ વિજેતાની ઓળખ અપાવી છે એટલું…
લોકભાષા-ભુજ :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના પ્રથમ સરહદી ગામ કુરન ખાતે આયોજિત ગ્રામસભામાં સહભાગી બન્યા હતા.મુખ્યમંત્રીએ કુરન ગામના સરપંચ સહિત સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને સરહદી વિસ્તારમાં આવેલા પરિવર્તન અંગે જાણકારી મેળવી હતી. ગ્રામજનોએ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણથી ઊભી થયેલી રોજગારી વિપૂલ તકોનો શ્રૈય વડાપ્રધાનના વિઝનને આપ્યો હતો. મુખ્યમંત્રીએ ગામજનો સાથે મુક્તમને સંવાદ કરીને ગ્રામ્યજીવનને આદર્શ ગણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ગામમાં સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવી હતી. એક વિઝનથી અનેક લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે તે કચ્છમાં રણોત્સવ અને રિન્યુએબલ એનર્જી પાર્ક થકી શક્ય બન્યું છે તેમ જણાવીને કચ્છના વિકાસને મુખ્યમંત્રીએ વડાપ્રધાનને…
ગાધીધામ મહાનગરપાલિકા બન્યાને છ મહિના થવા આવ્યા છતાં મગનું નામ મરી આપવા તૈયાર નથી. ગાધીધામ મહાનગરપાલિકામાં કિડાણા, ગ્રામપંચાયત રદ કરી મહાનગરપાલિકામાં લેવામાં આવેલ છે પણ સુવિધા પંચાયત જેટલી આપતી હતી એ પણ હવે તો નથી મળતી. જ્યાં જોવો ત્યાં ગટર ઉભારેલ જોવા મળે છે. રસ્તામાં ખાડાઓ જોવા મળે છે. કાચા રસ્તાઓ હોવાથી વરસાદના પાણી ભરેલ રહેતા હોવાથી ગંદકીનો ફેલાવો વધ્યો છે જે ખાડાઓ હરવખતે ગ્રામ પંચાયત વરસાદ બાદ મલબાથી ખાડા ભરી નાખતી હતી. હવે મહાનગરપાલિકા આવુ કંઈ કરવામાં આવ્યું નથી એના લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે કચરો લેવા માટે ગાડી વ્યવસ્થા ચાલુ કરી પણ તે વરસાદનું પાણી ભરેલુ રહેતું હોવાથી…
કચ્છી નવા વર્ષની સવારે જ નખત્રાણામા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને કારણે લોકો ત્રસ્ત બન્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા આ સમસ્યાનુ કાયમી સમાધાન લાવે તે જરૂરી છે.

