Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : મુંદરા શહેરમાં આવેલી બે અલગ અલગ સોસાયટીમાં તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. ઘરોના તાળા તોડી અંદરથી 2.34,837ની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ 38 હજાર રોકડા અને એક મોબાઇલ મળી કુલે રૂપિયા 2,73,337ના મુદામાલની ચોરી કરી જતાં ચકચાર મચી ગઇ હતી. બનાવને લઇ મુંદરા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. મુંદરાના યોગેશ્વરનગરમાં રહેતા અને જી.એસ.પી.સી. એલ.એન.જી કંપનીમાં ઓફિસર તરીકે કામ કરતા રોહિતભાઇ કેશભાઇ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું હતું. કે, રવિવારે બપોર બાદ તેઓ પરિવાર સાથે ભુજ ફરવા આવ્યા હતા. બાદમાં ભુજમાં મિત્રને ઘરે રોકાઇ ગયા હતા. સોમવારે સાંજે પરત ઘરે જતાં તેમના ઘરમાં ચોરી થઇ ગઇ હતી. દરવાજાનો નકુચો તુટેલો…

Read More

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના મોડકુબા ગામની સીમમાં અદાણી કંપનીની પવનચક્કી ચાલુ ન કરવા દઇ લાખોનું નુકશાન કરીને ધાકધમકી કરતાં બે ભાઇઓ સામે ગઢશીશા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. બાંભડાઇ ગામે રહેતા અને સદગુરૂ સિક્યુરીટી સર્વિસમાં નોકરી કરીને અદાણી કંપનીની મોડકુબા ગામે આવેલી પવનચક્કીની દેખરેખ કરતા ઉમર ઓસમાણ સંગારે ફરિયાદમાં જણાવ્યું હતું. તેમના દેખરેખ હેઠળની મોડકુબા ગામે અદાણી કંપનીની માલિકીન જમીનમાં અદાણી કંપનીએ ઉભી કરેલી પવનચક્કી ચાલુ કરવા ન દઇ મોડકુબા ગામના કુમાસિંહ જીલુભા જાડેજા અને કનુભા જીલુભા જાડેજાએ આ જમીન અમારી વડીલો પાર્જીત છે. આ જમીન પર પવનચક્કી ચાલુ કરવા નહીં થઇએ તેવી ધાકધમકી આપીને 16 ડીસેમ્બરથી પવનચક્કી ચાલુ કરવા…

Read More

લોકભાષા-ભુજ : પ્રાથમિક વિભાગમાં મહાભરતી પૂર્વે, દ્વિસ્તરીય પરીક્ષા લઈને, નવા ઉમેદવારોને તક આપવા માંગ કરવામાં આવી છે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સુચવાયેલ વિગતો મુજબ પ્રાથમિક વિભાગ માં પણ દ્વિસ્તરીય પરીક્ષા લેવા માટે તાલીમાર્થીઓ દ્વારા, શિક્ષણ વિભાગ પાસે માંગ કરવામાં આવી છે. ગત વર્ષે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ વખત દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ પ્રીલીમિનરી પરીક્ષા અને ત્યાર બાદ તે પરીક્ષામાં મેળવેલ ગુણના કટ ઓફ ન ધ્યાનમાં લઈને, મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ ના આધારે ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે, પ્રાથમિક વિભાગમાં હજુ પણ જૂની પદ્ધતિ મુજબ, ટેટ ની પરીક્ષા લેવામાં આવે છે. ત્યાર બાદ એકેડેમિક મેરીટને ધ્યાનમાં લઈને…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ અમદાવાદ મંડળ ના ભુજ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામોની સમીક્ષા કરી હતી. જનરલ મેનેજર મિશ્રએ ભુજ રેલવે સ્ટેશન પર નિર્માણાધીન બિલ્ડીંગ, સરકુલેટિંગ એરિયા, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ અને અન્ય મુસાફરોની સુવિધાઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, તેમણે સ્ટેશન પર પ્લેટફોર્મ 1-3 અને ફૂટ ઓવર બ્રિજ (એફઓબી નું નિરીક્ષણ કર્યું. સ્ટેશન પર ચાલી રહેલા કામોની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે રેલવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી હતી અને…

Read More

લોકભાષા-ભુજ : દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના હસ્તે દેશભરમાં ૧૦,૦૦૦ નવીન એમ-પેક્સ, ડેરી અને ફીશરીઝ સોસાયટીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અન્વયે કચ્છ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, કેડીસીસી બેંક અને નાબાર્ડ કચ્છના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં કચ્છ જિલ્લાની નવીન સહકારી મંડળીઓને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કેડીસીસી બેંક ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, અગ્રણી દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર સુશ્રી મેઘા અગરવાલ, નાબાર્ડના ડીડીએમ નિરજકુમાર સિંઘ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે જિલ્લાની ૦૯ એમ-પેક્સ(સેવા), ૧૫૬ દૂધ મંડળીઓ અને ૦૧ ફિશરિઝ મંડળીને…

Read More

લોકભાષા-ભુજ : તા.૨૫ ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ સમગ્ર સપ્તાહ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજરોજ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજમાં આવેલી જી.કે જનરલ હોસ્પિટલ ઓડિટોરિયમમાં સુશાસન દિવસની ઊજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને અન્ય મહાનુભાવોએ દિપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ અટલ બિહારી વાજપેયીજીને યાદ કરીને તેમને વંદન કર્યા હતા. સાંસદએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છ આજે ઔદ્યોગિક…

Read More

લોકભાષા-ભુજ : મુંદરા તાલુકાના ગુંદાલા ગામે રહેતા દંપતિએ પુત્રી સાથે વડાલા ભદ્રેશ્વર રેલ્વે ફાટક નજીક ટ્રેનની સામે જઇને આપઘાત કરી લીધો છે. જો કે, ચાર વર્ષની પુત્રી પાટા વચ્ચે ચતી પડી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. આ હ્રદય દ્રાવક વિચલિત કરી દેતી ઘટના સોમવારે રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં બની હતી. ત્રણ ચાર ડબ્બા માથેથી પસાર થઇ ગયા બાદ ટ્રેન ઉભી રાખી રડતી બાળકીને બહાર કાઢી દંપતિના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડાયા બનાવને પગલે મૃતકના પરિવારજનો અને સગાસબંધી સહિતના લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મુંદરા મરિન પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર નિર્મલસિંહ ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, ગુંદાલા ગામે રહેતા બ્રીજેશભાઇ હસમુખગીરી ગોસ્વામી…

Read More

લોકભાષા-ભુજ : લખપત તાલુકાના પાન્ધ્રો ગામની સીમમાં નારાયણ સરોવર પોલીસે બાતમીના આધારે ખેતરમાં ઝાડ નીચે દાટેલા દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી શરાબની 96 નંગ બોટલ કિંમત રૂપિયા 53,952નો મુદમાલ કબ્જે કરીને કાર્યવાહી કરી હતી. નારાયણ સરોવર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે પાન્ધ્રો ગામે રહેતા દેવજી અરજણ સથવારા (ઉ.વ.50)ના કબ્જાના ખેતરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ખેતરમાં લીંબડાના ઝાડ નીચે દાટેલી શરાબની 8 પેટીઓ મળી આવી હતી. આરોપીની દારૂની 96 બોટલ કિંમત રૂપિયા 53,952ના મુદામાલ સાથે ધરપકડ કરીને પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો હતો. આ કામગીરીમાં નારાયણસરોવર પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર એમ.એચ.પટેલ સાથે તેમનો સ્ટાફ જોડાયો હતો.

Read More

લોકભાષા-ભુજ : અંજાર તાલુકાના રતનાલ ગામે ચાર વર્ષ પૂર્વે અકસ્માતની ઘટનામાં પગ ગુમાવી દેનાર અરજદારને વળતર પેટે રકમ મળવા અંગેના કેસમાં ટ્રીબ્યુનલ કરતાં પણ વધારે વળતરની રકમ 9,89,700 વ્યાજ તેમજ ખર્ચ સહિત કુલે રૂપિયા 26.76 લાખ ચુકવી આપવા વીમા કંપનીને ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો. રતનાલ ગામના રહેતા રણછોડ કાનજી આયર પોતાના સંબંધીઓ સાથે ગત 14 સપ્ટેમ્બર 2001ના રોજ રતનાલ ગામના ફાટક પાસે લકઝરી બસની રાહ જોતાં ઉભા હતા. ત્યારે એક ટ્રકના ચાલકે રણછોડભાઇ તેમજ તેમના સગા સંબંધીઓને હડફેટમાં લીધા હતા. જેમાં રણછોડભાઇને પગમાં ગંભીર ઇજા થતાં પગ કાપી નાખવામાં આવ્યો હતો. જે અંગે એક્સીડન્ટ ક્લેઇમ અંતર્ગત ટ્રીબ્યુનલ સમક્ષ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ભચાઉ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેઈડ કરી ચાર આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. ભચાઉ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઈમરાન હાજી રાયમા ૨હે. ટાટાનગ૨ ભચાઉ વાળાના મકાનની આગળ ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે રેઇડ કરી આરોપીઓને ઝડપી પાડયા હતા. આ રેડ દરમિયાન આરોપીઓ હરેશભાઈ અરજણભાઈ સુથાર કોલી ઉ.વ.૩૮ રહે.ભવાનીપુર ભચાઉ, ઈમરાન હાજી રાયમા ઉ.વ.૩૨ રહે.ટાટાનગર ભચાઉ, ધર્મેદ્રભાઈ દીનેશભાઈ ઠક્કર ઉ.વ.૩૨૨ ૨હે.ટાટા નગ૨ ભચાઉ અને ૨મેશભાઈ બેચરાભાઈ સાગઠીયા ઉ.વ.૫૦ ૨હે. ટાટાનગર ભચાઉને રોકડા રૂપીયા ૧૫૫૦૦ સાથે ઝડપી કાયદેસરની…

Read More