Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ : આશરે અઢી વર્ષ પહેલાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી પોક્સ એક્ટ હેઠળની ફરિયાદમા ગાંધીધામ કોર્ટે દશ વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો આઈ.પી.સી એકટ ક્લમ ૩૬૬, ૩૬૩, ૩૭૬(૨) તથા પોકસો એકટ કલમ ૪,૬ મુજબનાં ગુનાનિ આરોપી ઈકબાલ મુસાભાઈ નાગીયા (મુસ્લીમ) વિરુધ્ધ ભોગ બનારના પીતા વએ ગાંધીધામ બી ડિવી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આ ગુનાના આરોપી ઈકબાલ મુસાભાઈ નાગીયા (મુસ્લીમ) રહે આહિર વાસ, સુંદરપુરી વાળાએ ફરીયાદીની સગીરવયની દિકરીનું તેના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી લઇ જઈ, બદકામ કરવાનાં ઈરાદે ફરીયાદીનાં કાયદેસરનાં વાલીપણામાથી લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી લઈ જઈ ભોગ બનનારની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું…

Read More

લોકભાષા-ભુજ : ભુજમાં પણ સંસદમાં ચાલતા આંબેડકર વિવાદ મામલે કોગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બેનરો પોસ્ટર અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં ભુજના જયુબેલી સર્કલ નજીક વિરોધ પ્રદર્શન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું રસ્તો રોકવાનો પ્રયત્ન કરનાર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન બાબા સાહેબ અમર રહોના નારા…

Read More

લોકભાષા-ભચાઉ : ભચાઉના રામવાડી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા અને એક સાથે ત્રણ રહેણાંક મકાનમાંથી રોકડ અને માલમત્તાની ચોરી કરી હતી. ભચાઉ રામવાડી વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે રામવાડી વિસ્તારમાં ત્રણ ઘરના તાળા તોડી ચોરી કરવામાં આવી હતી રોકડ તથા માલમતાની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે. જો કે ત્રણ નિશાચરો સીસીટીવી કેમેરામાં દેખાયા હતા. આ બનાવની મળતી વિગતો મુજબ ભચાઉના રામવાડી વિસ્તારમાં ઠંડીનો લાભ લઈ તસ્કર ટોળકી ત્રાટકી હતી અને એક સાથે ત્રણ રહેણાંક મકાનને નિશાન બનાવી રોકડ રૂપિયા અને માલમત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. જો કે સીસીટીવી કેમેરામાં ત્રણ શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું દેખાય છે. પોલીસે અજાણ્યા…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લા કલેકટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ભુજના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્યો તથા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ દ્વારા પાણી, સિંચાઈ, રસ્તા, ખનીજચોરી તથા શિક્ષણ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી કલેકટર દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી. ધારાસભ્ય અબડાસા પ્રદ્યુમ્નસિંહ જાડેજા દ્વારા ખેડૂતોને પાકનુકશાની વળતર, ઢોરા-હાજીપીર રોડનું કામ, ખનીજલીઝ નિયમન, ખાનગી કંપની દ્વારા ગેરકાયદે પાળા બનાવાતા નજીકના ગામમાં પાણી ભરાવવાની સમસ્યા દૂર કરવા, પાણીની લાઇનના ભંગાણના…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ સુધી પહોંચતા ડંખિલા ઠારથી જિલ્લાનું વાતાવરણ સતત ઠંડુંગાર બની રહ્યું છે. જિલ્લાની ટોચે આવેલા નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો 6.4 ડીગ્રી સાથે સતત એકલ આંકમાં નોંધાઈ રહેતા આજે વધુ એક વખત નલિયા રાજ્યનું શિત મથક તરીકે જાહેર થયું છે, તો જિલ્લા મથક ભુજ શહેરના તાપમાનનો પારો પણ એકલ આંક તરફ સરકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે ભુજનું તાપમાન 10.2 ડિગ્રીના સ્તરને સ્પર્શ કરી ગયું હતું. ભારે ઠંડીના કારણે લોકો સાથે હવે પશુઓ ઉપર પણ શિયાળાની અસર વર્તાઈ રહી છે. ગાય અને ભેંસના દૂધની માત્રામાં રોજિંદો ઘટાડો નોંધાઈ રહ્યો છે. લોકો ગરમ વસ્ત્ર, ખાણીપીણી અને તાપણા નો…

Read More

લોકભાષા-ગાંધીધામ : કચ્છ પૂર્વ વન વિભાગની, ભુજ (ઉત્તર) રેન્જ હેઠળના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં અન અધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળા બનાવતા હિટાચી મશીનો સાથે ૧.૨૫ કરોડનો મુદામાલ પૂર્વ કચ્છ વન વિભાગએ કબજે કર્યો હતો. કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્ય વિસ્તારમાં અન અધિકૃત પ્રવૃત્તિને રોકવા ડૉ. સંદીપ કુમાર, મુખ્ય વન સંરક્ષક, કચ્છ વન વર્તુળની સુચના અને જી. ડી. સરવૈયા, નાયબ વન સંરક્ષક, કચ્છ પૂર્વ વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ એસ.એ.ગઢવી મદદનીશ વન સંરક્ષક, કચ્છ પૂર્વ-૧,આર.ડી.ગઢવી પરિક્ષેત્ર વન અધિકારી, ઓ.જે.જાડેજા વનપાલ-ખાવડા, તથા વાય.જી.રબારી વનરક્ષકની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યના સાધારાવાંઢ વિસ્તારમાં અન અધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળાની કામગીરી કરતાં પાંચ…

Read More

લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના ચરાખડા ગામે આયેલી અયાના કંપનીમાં ખાટલા પર સુતેલા યુવક પર બલ્કર વાહન ચડી જતાં ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. નખત્રાણા પોલીસ મથકે વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ છે. ચરાખડા ગામે રહેતા નુરમામદ સુમાર સોરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ ગત 13 ડીસેમ્બરના સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં રોજ બન્યો હતો. તેમનો નાનો ભાઇ રમજાન સુમાર સોરા (ઉ.વ.41) ચરાખડા ગામે આવેલી અયાના કંપનીમાં ખાટલા પર સુતો હતો. ત્યારે બલ્કર જેવા એજક્ષ વાહનના ચાલકે બેદરકારીથી વાહન ચલાવીને ફરિયાદીના ભાઇને અડફેટે લઇ માથા અને પગમાં ઇજા પહોંચાડીને મૃત્યુ નીપજાવ્યું હતું. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી…

Read More

લોકભાષા-ભુજ : માંડવી પોલીસ મથકમાં ઘાતક હુમલો કરવાના કેસમાં ગુજસીટોક હેઠળ ચાર આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા હતા. જેમાં કુખ્યાત ગુનેગાર પુનશી આલા ગઢવીના ભાઇ હરી આલા ગઢવીએ ભુજની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરતાં કોર્ટે જામીન અરજી ના મંજુર કરી હતી. ગત 16 નવેમ્બરની રાત્રીના માંડવી તાલુકાના પાંચોટીયા ગામના પુનશી આલા ગઢવી, હરી આલા ગઢવી, મોટી ભુજપુરના શામળા થારૂ ગઢવી, ઝરપરાના ગોપાલ રામ મીંઢાણી (ગઢવી) નામના ચાર શખ્સો ધાતક હથિયારો સાથે માંડવી પોલીસ સ્ટેશનમાં ધસી જઇને પીએસઓ, હેડ કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ ગુનામાં આરોપીઓની ધરપકડ થયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસે પ્રથમ વખત ધી ગુજરાત કંટ્રોલ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ શહેર તાલુકા કોંગ્રેસ અને કામદાર અને કર્મચારી કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે સંસદમાં કરેલ ટિપ્પણીના વિરુદ્ધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઓસ્લો સર્કલ ખાતે આવેલા કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્લે કાર્ડ સાથે સૂત્રોચાર કરીને અચાનક પુલ ઉપરથી ગૃહમંત્રી અમિત શાહના પૂતળાને ગળામાં ગાળિયો સાથે ફાંસીના અંદાજમાં નીચે ઉતારવામાં આવેલ, જેથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પોલિસ દોડાદોડ કરીને પૂતળાનો કબ્જો લઈને કોંગ્રેસના આગેવાનોને ડિટેઈન કર્યા હતા જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભરત સોલંકી, ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ ભરત ગુપ્તા, દેવેન્દ્ર ઝાલા, ચેતન જોશી, ગાંધીધામ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા સમીપ જોશી, અલ્પેશ…

Read More

લોકભાષા-ભુજ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૪મો પદવીદાન સમારોહ આજે રાજયપાલશ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો. 5530 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. 37 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા. આ દીક્ષાંત સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રેષ્ઠ કર્મને જીવનની પુંજી ગણાવીને ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાઓને ઇમાનદારી, કર્તવ્યભાવના સાથે રાષ્ટ્રધર્મ, સમાજધર્મ, પરિવારધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે સત્ય અને કર્તવ્યભાવનાને સુખનો આધાર ગણાવીને છાત્રોને જીવનમાં સત્યનું પાલન કરવા, અન્યો સાથે સદવ્યવહાર કરવા, ધર્મની ખરી વ્યાખ્યા સમજાવીને આજીવન વિદ્યાર્થી બની રહેવા, તથા અર્જિત જ્ઞાનનો સમાજના કલ્યાણમાં ઉપયોગ કરવા શીખ…

Read More