Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : તાલુકાના પરા ગણાતા માધાપર ગામમા આવેલ રાજાશાહી વખતના ઐતિહાસિક તળાવોની હાલત દયનિય બની જવા પામી છે. પંચાયત તંત્રની ઉદાસીનતાના કારણે તળાવો નષ્ટ થઈ રહ્યા છે. એક તરફ નવા તળાવ ચેકડેમ બની રહ્યા છે અને કરોડોનું આંધણ થઇ રહ્યું છે ત્યાં બીજી તરફ જે હયાત તળાવ આવેલા છે તેની યોગ્ય માવજતના અભાવે સોથ વળી રહ્યો છે. જુનાવાસ પંચાયત સદસ્ય દિલીપ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે માધાપરના જખ મંદિર સામે આવેલ તળાવ તેમજ જગાવાળા તળાવ આજે દયનિય હાલતમા જોવા મળી રહ્યા છે. આસપાસ ગાંડા બાવળ ઊગી નીકળ્યા છે .આ તળાવો રાજાશાહી વખતના નિર્માણ પામ્યા છે અહીંના જગાવાળા તળાવમાં ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના લોડાઇ ગામે ગાળો બોલવાની ના કહેવા મુદે મહિલા પર ત્રીકમથી હુમલો કરી ફેકચર સહિતની ઇજા પહોંચાડનારા આરોપીને ભુજની કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા સાથે 20 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો, વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગત 31 જુલાઇ 2019ના રોજ બન્યો હતો. આરોપી મનિષ ઉર્ફે કનૈયો નાનજીભાઇ ભીંડે પોતાના ઘર પાસે ત્રીકમથી ખાડો ખોદતો હતો. ત્યારે ફરિયાદી ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઇ જોષી ત્યાંથી પસાર થતા હતા. ત્યારે આરોપીએ ગાળો આપી હતી. ફરિયાદી મહિલાએ ગાળો આપવાની ના કહેતા આરોપીએ ઉસ્કેરાઇ જઇને ફરિયાદી મહિલાને કમરથી નીચેના ભાગે પાછળ ત્રીકમનો…

Read More

લોકભાષા-ભુજ : હાજીપીર બાબાની દરગાહ તરફનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસમાર હાલતમાં છે. સરહદને જોડતા મહત્વના આ માર્ગનું નવીનીકરણ હાથ ધરાય તે માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતોના અંતે આજે નરા ફાટક નજીક ચક્કાજામનું આગોતરું એલાન આપ્યું હતું. જે અંગે રસ્તા પર ઉતરેલા ગ્રામજનોને પોલીસના અધિકારીઓએ ચક્કાજામ ના કરવા સમજાવટ કરી હતી આ દરમિયાન લુડબાય ગામના સરપંચ અને ત્યારબાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિતના કુલ 24 આગેવાંનોની અટકાયત કરી લઈ પોલીસે માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. આ અંગે લુડબાય ગામના સરપંચ જબ્બાર જતે કહ્યું હતું કે અનેક વર્ષોની રજૂઆત છતાં હાજીપીર માર્ગ બનવવવામાં આવતો નથી. આ પહેલા 16 કિમિ માર્ગ બન્યો…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક દ્વારા જિલ્લા ભરમાં સોમવારે સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં 154 વાહનોમાં બ્લેક ફિલમ્મ દુર કરવામાં આવી હતી. તેમજ નંબર પ્લેટ વીના વાહન ચલાનાર તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 260 જેટલા લોકો સામે કાર્યવાહી કરીને સ્થળ પરથી રૂપિયા 75,700 દંડ વસુલવામાં આવ્યો હતો. પોલીસ મહાનિર્દેશક ચીરાગ કોરડીયા અને પોલીસ અધિકક્ષક વિકાસ સુંડાની સુચનાથી પશ્ચિમ કચ્છ જિલ્લામાં બ્લેક ફિલ્મવાળા વાહનો તથા નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મવાળા વાહન ચાલકો સામે 154 એન.સી. કેસ કરવામાં આવ્યા હતા. તથા નંબર પ્લેટ વગરના વાહન વિરૂધ્ધ 96 કેસ…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ બે બનાવો બન્યા હતા. જેમાં બેકારથી કંટાળીને ભુજમાં યુવાને ફાંસો ખાઇ મોતનો માર્ગ પકડી લીધો હતો. તો, બીજીતરફ નખત્રાણા લખપત હાઇવે પર મધરાત્રે અજાણ્યા વાહનની ઠોકરથી ગંભીર રીતે ઘાયલ છકડા ચાલકનો જીવ ગયો હતો. યુવાનનોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાઇ ગયો હતો. એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ નખત્રાણા તાલુકાના વ્યારા ગામના હાલ ભુજ જુની રાવલવાડીમાં રહેતા 25 વર્ષીય પ્રવિણ ગોવિંદભાઇ જેપાર નામના યુવાને રવિવારે મોડી સાંજે સાડા સાત વાગ્યે પોતાના ઘરમાં પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો. હતભાગીને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં તેનું સારવાર દરમિયાન મંગળાવરે મધરાત્રે…

Read More

લોકભાષા-ભુજ : લખપત તાલુકાના માતાનામઢ લીગ્નાઇટ ખાણમાં બેદરકારીથી ટ્રક રીવર્સમાં લઇ બે ટ્રક વચ્ચે યુવાનને દબાવી મોત નીપજાવવાના કેસમાં ટ્રક ચાલક અને જીએમડીસી માઇન્સ ના જવાબદાર વ્યક્તિઓ તેમજ કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતી સિક્યુરીટી તથા તપાસમાં નીકળે તે સહિતનાઓ વિરૂધ્ધ દયાપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. મુળ રાજસ્થાનના અને હાલ નખત્રાણા તાલુકાના લીફરી મેવાનગરમાં રહેતા શીશુપાલસિંહ ઉમેદસિંહ સોઢાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે રાત્રીના તેમના મરણજનાર પિતા ઉમેદસિંહ મહાદાનસિંહ સોઢા માલિકીની ટ્રક લઇને માતાનામઢ જીએમડીસીની માઇન્સ પર ગયા હતા. ત્યાં આગળ ઉભેલી ટ્રકના ચાલકે રીવર્સમાં ટ્રક લઇને ફરિયાદીના પિતાને બે ટ્રકો વચ્ચે કચડી નાખી મોત નીપજાવ્યું હતું. જેથી ટ્રક ચાલક…

Read More

લોકભાષા-ભચાઉ : ભચાઉ ચોપડવા હાઈવે ઉપર ડીઝલ ભરેલા ટેન્કરના અકસ્માત બાદ માર્ગ ઉપર ડીઝલ ઢોળાતા આગ ભભૂકી ઉઠી જેની ભચાઉના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા આગને કાબુમાં લીધી હતી. આ બનાવની મળતી વિગતો મુજબ ભચાઉ ચોપડવા માર્ગ પર ડીઝલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો અને ટેન્કરમાંથી ડીઝલ માર્ગ ઉપર ઢોળાયુ હોવાથી માર્ગ ઉપર એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ અંગે ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને ટોલ પ્લાઝાના રામજીભાઈએ જાણ કરી હતી કે ભચાઉના ચોપડવા બ્રીજ પાસે એક મોટા ટ્રેલરનુ એક્સિડન્ટ થયું છે તેના કારણે ડીઝલનું ટેન્કર તૂટી ગયું છે અને રોડ પર આગ…

Read More

લોકભાષા-ગાંધીધામ : નકલી ઈડીના મામલે પૂર્વ કચ્છ એસપીના ખુલાસા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા ગાંધીધામ પહોંચ્યા હતા અને ગોપાલ ઇટાલીયા દ્વારા પોતાને કોઈ નોટિસ મળી નથી પરંતુ સામેથી હાજર થયા હોવાનું જણાવ્યું હતુ. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નકલી ઈડીની ટોળકી ઝડપી લીધી હતી અને તે પ્રકરણમાં રાજકીય આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થયા બાદ પૂર્વ કચ્છ એસપી દ્વારા પણ આમ આદમી પાર્ટી અંગે વિગતો આપી હતી દરમિયાન ગાધીધામ એ ડિવિઝન પોલીસે મથકે સોમવારે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પહોંચ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નકલી ઈડીની ટોળકી ઝડપી પાડી છે અને તેના સાગરીતો રિમાન્ડ ઉપર છે. રિમાન્ડ દરમિયાન અમુક…

Read More

લોકભાષા-ભુજ : લખપત તાલુકાના ઘડુલી ગામના રાયકાનગર સામે ઉભેલા મહાકાય ટ્રેઇલરની પાછળ ઘડાકાભેર બાઇક અથડાતાં દયાપર અને જુણાચાયના બે મિત્રોનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. મૃતકોના પરિવારજનોમાં અરેરાટી સાથે ગમનો માહોલ સર્જાઇ ગયો હતો. કોઇ આડશ કે, ઇક્યુપમેન્ટ ન મુકી રોડ પર વાહન ઉભુ રાખી દેનાર ડ્રાઇવર અને પવનચક્કીની કંપનીના જવાબદારો સામે ફરિયાદ નોંધાવાઇ હતી. દયાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ રવિવારે મધરાત્રીના ત્રણ સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. જુણાચાય ગામે રહેતા હઠુભા દાનસંગજી જાડેજા અને દયાપરના પ્રફુલભાઇ પ્રેમજીભાઇ યાદવ બન્ને જણાઓ દયાપરથી ઉભરસર જીઆઇડીસીની માઇન્સ પર નોકરી પર જવા નીકળ્યા હતા. ત્યારે બાઇક જુણાચાયના હઠુભા ચલાવતા…

Read More

લોકભાષા-ભુજ : મુન્દ્રાના શક્તિ નગર પાસેના ભારત પેટ્રોલ પંપ પાસે એક સીએનજી વેનમાં આગ લાગી ઉઠતા જાહેર માર્ગે ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવની વ્યવસ્થામાં વ્યસ્ત બન્યું હતું. ત્યારે મુન્દ્રામાં સરકારી ફાયર વિભાગની સુવિધા ઉપલબ્ધ બને તેવી માંગ ઉઠી છે. આ અંગે પેટ્રોલ પંપ ના ઓનર વિશ્રામ ગઢવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે સોમવાર સાંજે શક્તિ નગર પાસેના ભારત પેટ્રોલ પંપમાં સીએનજી પુરાવા વાહનોની કતાર લાગી હતી, તે દરમિયાન કતારમાં ઉભેલી મારુતિ ઇકોમાં નીચે તરફના એન્જીનમાં આગે દેખા દેતા સ્ટાફ કર્મચારીઓએ કાર ચાલકને આગની જાણ કરી નીચે ઉતારી લીધો…

Read More