Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : ભુજ નગર સેવા સદનમા 1985થી રોજમદાર તરીકે ભરતી થયેલા કર્મચારીઓ કાયમી થવા માટે જે તે સમયે રાજકોટ લેબરકોટમાં દાદ માગી હતી જેને લઇને રાજકોટ લબર કોર્ટે આ કામદારોને નોકરીના એક વર્ષ પછીથી કાયમી ગણી તેના હક હિસ્સો આપી દેવા જણાવ્યું હતું અને તે વખતે હક હિસ્સા મળ્યા હતા પરંતુ ભુજ નગરપાલિકાએ આ કર્મચારીઓને મહેકમમાં સમાવેશ કર્યો ન હતો જેને લઈને અનેક રજૂઆતો છતાં નગર સેવા સદરને ખાલી પડેલી જગ્યા ઉપર સિનીયોરીટીના ધોરણે આ કર્મચારીઓને મહેકમમાં લીધા ન હતા અને અન્ય કર્મચારીઓને મહેકમમા લઈને અન્યાય કર્યો હતો. ભુજ નગરપાલિકાએ ૧૩/૨/૧૩ ના એક ઠરાવ કરીને આ અંગેની દરખાસ્ત રાજકોટ નગરપાલિકા…
લોકભાષા-ભુજ : ભુજની બજારમાં હાથી દાંતની બંગડીઓનુ વેચાણ થતુ હોવાનો પર્દાફાશ થયો છે. પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી જેમા શંકાસ્પદ બંગડીઓ મળી આવતા એફએસએલની મદદ લેવામાં આવી હતી જેના રિપોર્ટમાં હાથી દાંતનો ઉપયોગ થયુ હોવાનું બહાર આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ભુજ શહેરમાં આવેલ ડાડા બજારમાં ચોરી છુપી રીતે હાથીદાંતની બંગડીઓ વેચાણ કરવાનું કારસ્તાન એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યું છે. આ બનાવમાં ચાર ઇસમોના નામ ખુલવા પામ્યા છે આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ મણીયાર બેંગલ્સ નામની દુકાનમાં હાથીદાંતની બંગડીઓ બનાવાય છે તેવી બાતમી મળતા પોલીસ ટિમ સ્થળ પર જઈને…
લોકભાષા-ભુજ : 13 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ત્યારે હજી પણ તાપમાનનો પારો નીચે જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ હજુ ઠંડી વધે તેવી શક્યતાઓ છે. મોટાભાગના જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. 21થી 23 નવેમ્બર દરમિયાન તાપમાનમાં હજી બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની અને વરસાદની શક્યતા હોવાની આગાહી કરી છે. ગુજરાત રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ઠંડીનો અહેસાસ થશે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટાભાગના જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. 20થી 23 નવેમ્બરના ઠંડીનું જોર…
લોકભાષા-ભુજ : ભુજના જુના રેલ્વે સ્ટેશન રામનગરીમાં રહેતા યુવક પર યુવતી સાથે પ્રેમ સબંધનો વહેમ રાખીને પેટ અને છાતીના ભાગે ઉપરા છપરી છરીના ઘા મારીને યુવાનોએ મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઇ હતી. બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ કરીને કાયદાના સંઘર્ષમાં આવેલા એક સહિત બે હત્યારાને ઝડપી પાડી વધુ તપાસ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ રામનગરીમાં અંબે માના મંદિર પાસે ઘરે રહેતા હરજી ખીમજીભાઇ પરમાર (દેવીપૂજક)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, હત્યાનો બનાવ રાત્રીના નવ વાગ્યાના અરસામાં જુના રેલ્વે સ્ટેશન પાસે ભેંસના વાડા પાસે બન્યો હતો. ફરિયાદીનો કાકાનો દિકરો ગોવિંદ લાલજીભાઇ પરમાર ફરિયાદીના ઘરે સાથે રહેતો હોઇ રાત્રીના…
લોકભાષા-ભુજ : ભુજમા બે વિસ્તારમાં તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવ્યા હતા જેમા કેમ્પ વિસ્તારમાં રહેણાંક મકાનમાથી સોનાના આભૂષણો અને રોકડ રૂપિયાની ચોરી થઈ હતી. જ્યારે આરટીઓ રિલોકેશન સાઇટ વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. ભુજના કેમ્પ એરિયામાં ઘર પરિવાર એક રૂમમાં સુતો હતો. ને તસ્કરોએ બાજુના ઓરડામાં સોકેશમાંથી 25 હજારની સોનાની બુટી અને 17 હજાર રોકડની ચોરી કરી ગયા હતા. આર.ટી.ઓ રીલોકેશન સાઇડમાં એક મકાનના તાળા તુટ્યા હતા. જો કે, મકાન લાંબા સમયથી બંધ રહેતું હોઇ નિશાચરોએ શું ચોરી કરી ગયા તે હજુ બહાર આવ્યું નથી. ભુજના કેમ્પ એરિયામાં જનતાનગરીમાં રહેતા હાજી અઝીજ ખલીફાની ફરિયાદને ટાંકી બી ડિવિઝન પોલીસે…
લોકભાષા-ભુજ : દહિંસરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલા કર્મચારીને સફાઇ કામદારના પુત્રએ બાથભીડીને આબરૂ લેવાનો પ્રયાસ કરતાં હોબાળો મચી ગયો હતો. લોકોએ યુવકને માફી માંગવાનું કહેતા આરોપી યુવાને તેના પરિવાર સાથે મળીને કારમાં જતી ભોગબનનાર સહિત બે પર હુમલો કરી કારના કાચમાં તોડફોડ કરી દસ હજારનું નુકશાન પહોંચાડ્યું હતું. માનકુવા પોલીસ સ્ટેશનામં છેડતી અને હુમલા અંગે બે અલગ અલગ ફરિયાદ નોંધાવાઇ હતી. તપાસ એસસી એસટી સેલ વિભાગને સોંપાતા આરોપી પિતા-પુત્રની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે. માનકુવા પોલીસ મથકે મુળ અન્ય જિલ્લાની અને દહિંસરા ગામે રહીને ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી ભોગબનાર 25 વર્ષની યુવતીએ દહિંસરા…
લોકભાષા-ભુજ : ઇન્સ્ટ્રાગ્રામ પરની આઇડીમાં કમરમાં બંદુક લટકાવીને ફિલ્મી ડાયલો બોલી સીનસપાટા કરતા ભુજના યુવકને એલસીબીએ પકડી પાડીને આગળની કાર્યવાહી માટે પધ્ધર પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે પરવાના વાળી બંદુક કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી. સોશીયલ મીડિયામાં ઇન્સ્ટ્રાગ્રામના એકાઉન્ટમાં મોદીશા જમનશા શેખ નામના યુવકે કમરમાં બંદુક સાથે ફીલ્મી ડાયલોગ બોલતો હોવાની રીલ પોસ્ટ કરી હતી. જે એલસીબીની ટીમને મળતાં એલસીબીની ટીમએ તાત્કાલિક તપાસ કરીને ભુજના અનિશા પાર્કમાં રહેતા મોદીશા જમનશા શેખને પકડીને લીધો હતો. યુવક પાસે લાયસન્સ સાથેની બંદુક હોવાનું જાણવા મળતાં યુવકને બંદુક સાથે પધ્ધર પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. પધ્ધર પોલીસે આર્મ એક્ટનો ગુનો નોંધીને યુવક પાસેથી બંદુક…
લોકભાષા-ભુજ : ભુજ તાલુકાની સગીરાનું અપહરણ કર્યા બાદ મમુઆરા પાસેની હોટલમાં દુષ્કર્મ કર્યાની ફરિયાદમાં પોલીસે તપાસ કરીને આધાર પુરાવા વીના રૂમ આપી સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનારા હસ્તિક હોટલના સંચાલક વિરૂધ્ધ જાહેર નામના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ભુજ તાલુકા ગામની સીમમાં વાડી વિસ્તારમાંથી ગત 6 નવેમ્બરની મધરાત્રે સગીરાનું અપહરણ કરીને મમુઆરા પાસે આવેલી હોટલમાં રૂમમાં દુષ્કર્મ ગુજારનારા મહિસાગરના વિનોદ સના ડામોર સામે પધ્ધર પોલીસ મથકે અપહરણ બાદ માધાપર પોલીસ મથકે દુષ્કર્મની કલમ તળે ગુનો નોંધાયો હતો. જેમાં તપાસ દરમિયાન આરોપી વિનોદે તેના ધાણેટી ગામે રહેતા મિત્ર સચીન ડુંગરીયાની મદદથી મમુઆરા ગામ ત્રણ રસ્તા પર આવેલી હસ્તિક હોટલમાં રૂમ રાખીને…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક કોઈ કારણોસર ટેન્કરમા બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું આ બ્લાસ્ટની ઘટનાથી લોકો એકત્રિત થઈ ગયા હતા અને થોડો સમય ભયની લાગણી ફેલાઈ હતી. આ બનાવની મળતી વિગતો મુજબ મીઠીરોહર નજીક ટેન્કરમા એકાએક બ્લાસ્ટ થયો હતો. આ બનાવ અંગે સ્થળ ઉપર ચર્ચાતી વિગતો મુજબ અમુક લોકો દ્વારા વેલ્ડીંગની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું જણાવતા હતા તો અન્ય લોકો દ્વારા ટેન્કરનું ઢાંકણું ખોલતા જ બ્લાસ્ટ થયો હોવાનું જાણવતા હતા આ ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી એકાએક ટેન્કરમાં બ્લાસ્ટ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે એકત્રિત…
લોકભાષા-ભુજ : માંડવી મરિન, મુંદરા પોલીસ મથકે દારૂના કેસમાં અગાઉ પકડાઇ ચુકેલા મોટા કાંડાગરાના બુટલેગરની પાસાની દરખાસ્ત મંજુર થતાં એલસીબીએ અટકાયત કરીને અમદાવાદ જેલમાં ધકેલી દેવા તજવીજ હાથ ધરી છે. મુંદરા તાલુકાના મોટા કાંડગારા ગામે રહેતા અને માંડવી મરિન તથા મુંદરા પોલીસ મથકે દારૂના કેસમાં પકડાઇ ચુકેલા હરદીપસિંહ લધુભા ખોડ ઝાલા (ઉ.વ.28) વિરૂધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને કલેકટરને મોકલવામાં આવી હતી. જે મંજુર થતાં એલસીબીએ આરોપીની અટક કરીને પાસા તળે અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવા કાર્યવાહી કરી છે.

