Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : નખત્રાણાના મણિનગર વિસ્તાર પાસે પસાર થતી પીવાના પાણીની લાઈનના એરવાલ્વ માં આ લીકેજ સર્જાયું છે, જેના કારણે વહેલી સવારથી આજ બપોર સુધી મહામુલા પાણીનો વ્યાપક પ્રમાણમાં વેડફાટ થવા પામ્યો હતો છેલ્લા ઘણા કલાકોથી અવિરત વેડફાઈ રહેલા પાણીનો ધોધ છેક ધોરીમાર્ગ સુધી પહોંચી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. પાણી વેડફાટના કારણે સ્થાનિક લોકોમાં કચવાટની લાગણી ફેલાઇ છે. આ અંગે સ્થાનિકેથી મળતી માહિતી મુજબ આજે બુધવાર સવારે નખત્રાણા પાસેના મણી નગર વિસ્તારમાં આવેલા નર્મદા પાણીના એરવાલ્વમાં અચાનક પાણીના ફુવારા ફૂટી નીકળ્યા હતા, જેને લઈ મોટા પ્રમાણમાં લીકેજ થતું પાણી આસપાસ ધોરિયારૂપી વહી નીકળ્યું હતું. જળભરાવના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓનાં મંદિરોમાં ચો૨ી-લુંટના ૩૪ જેટલા ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજયની “ગરાસીયા ગેંગ” ના છ સાગરીતોને પુર્વ કચ્છ પોલીસે ઝડપી લીધા હતા. તાજેતરમાં વાગડના ચિત્રોડ તથા કાનમેર ગામે અલગ અલગ મંદીરોમાં ચોરીના બનાવો બન્યા હતા જેની ગંભીરતા સમજી અને લોકોની ધાર્મિક લાગણી તથા આસ્થાનો વિષય હોય આ ગુનાઓને તાત્કાલીક શોધી કાઢવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં ગાગોદર પોલીસ સ્ટેશનમા ચિત્રોડ તથા જેઠાસરી વાંઢમાં આવેલ ૧૧ મંદિરોના દરવાજાના તાળા તોડી સોના ચાંદીના ચાંદલા, સાંઢણી, છતર, રામ૨મી, મુગુટ, ત્રિશુલ એમ અલગ અલગ દાગીના કિંમત ૮૧૦૦૦ તથા દાનપેટીના રોકડા રૂ. ૧૬૦૦૦ મળી કુલે રૂપિયા ૯૭૦૦૦ની મંદિર ચોરીની ફરિયાદ…

Read More

લોકભાષા-ગાંધીધામ : વાગડની ધરા સોમવારે રાત્રે ધણધણી ઉઠી હતી વધુ એકવાર ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજતા લોકોમા ફફડાટની લાગણી ફેલાઈ હતી. અવારનવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ચિંતાની લાગણી છે ત્યારે ચારની તિવ્રતાના આંચકાએ લોકોને વધુ ચિંતિત કર્યા હતા. વાગડમા સોમવારે રાત્રે ૮.૧૮ કલાકે ૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આ ભુકંપનુ કેન્દ્રબિંદુ રાપરથી પશ્ચિમ ખૂણે ૨૬ કિ.મી. દૂર નોંધાયુ હતું. એક તરફ સીઝન બદલાઈ રહી છે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધે છે ત્યારે સોમવારે રાત્રે આવેલા ૪ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી વાગડમા નોંધાયેલા ભુકંપના કેન્દ્ર બિંદુએ વાગડના રાપર ઉપરાંત ભચાઉ, આધોઈ સહિતના વિસ્તારોના લોકોએ પણ…

Read More

લોકભાષા-ગાંધીધામ : વાગડ પ્રદેશ વિવિધ રીતે પ્રખ્યાત છે જેમાં કચ્છ જિલ્લામાં ગુનાખોરીમાં જોવા જઈએ તો પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં વાગડ વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ કાયમ ઊંચો જોવા મળે છે. આ કેસની વિગતો મુજબ ગત તા. 25મી ઓક્ટોબર 2021ના સાંજના સમયે શાળા છૂટ્યા બાદ બાળકો રમત-ગમતનો આનંદ લેતા હોય ત્યારે ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં મોમાયા ઉર્ફે પપ્પુ તેજા ચાવડા આહિર કાનજી રણછોડ ઢીલા આહીરના ઘર પાસે પૂરપાટ ઝડપે વાહન ચલાવીને બ્રેક મારતા હોય મરણ જનારે ઠપકો આપતા આરોપી મોમાયા ઉર્ફે પપ્પુએ ગાળા ગાળી તથા ઝઘડો કરેલો અને મરણ કાનજીએ આપેલ ઠપકાને મનમાં રાખીને રાત્રિના સુમારે મરણ જનારના પુત્ર ઈશ્વર ઢીલા આહીરને ફોન…

Read More

લોકભાષા-ગાંધીધામ : પુર્વ કચ્છ જીલ્લાના બાઈક ચોરીના રિઢા ગુનેગા૨ને ચોરીના પાંચ બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો તેની સાથે એક કાયદાના સંઘર્સમાં આવેલ કિશોરને પકડી મોટરસાયકલ ચોરીઓનો અંજાર પોલીસે ભેદ ઉકેલ્યો હતો. આ અંગેની પોલીસે આપેલી માહિતી મુજબ અંજાર પોલીસ સ્ટાફના કર્મચારીઓ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વરસામેડી સીમ વિસ્તારમાંથી એક નંબર પ્લેટ વગરનુ મોટરસાયકલ લઇ આવતા આરોપીની પુછપરછ કરતા બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો હતો. અંજાર પોલીસે મોટરસાયકલ સાથે બે ઇસમોને પકડી પાડેલ અને તેઓએ પુછપરછ દરમિયાન બીજા ત્રણ મોટરસાયકલ આગળ બાવળોની ઝાડીઓમાં વરસામેડી સીમમા છુપાવ્ય હોવાનુ બહાર આવ્યુ હતું. પોલીસે કબજે કરેલા બાઈક પૈકી ચાર બાઈક…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના કુકમાં ગામે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો હતો સોમવારે બપોરે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહિતની ટીમે દબાણો દૂર કર્યા હતા આ સમયે સરપંચ સહિતનાઓએ વિરોધ કર્યો હતો. આ અંગે સરપંચ સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે ગામમાં નાના દબાણો દૂર કરાય છે ત્યારે મોટા યથાવત રહેવા પામે છે દબાણો દૂર કરવા હોય તો તમામના દૂર થવા જોઈએ નહીં કે નાના લોકોના દબાણો દૂર થવા જોઈએ આ બનાવને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. સ્થળ પર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનો પણ પહોંચી આવ્યા હતા અને કામગીરીને લઈને વિરોધ પણ કર્યો હતો…

Read More

લોકભાષા-ગાંધીધામ : દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા વર્તમાન સમયમાં કાર્ગો હેન્ડલિંગમાં વધારો કરવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોર્ટ વપરાશકારોને મુશ્કેલ ન પડે અને પોર્ટ ઉપર સરળતાથી કામગીરી થઈ શકે તે માટે ચેરમેન દ્વારા તમામ વિભાગના વડાઓ સાથે સમયાંતરે ચર્ચા કરી પ્રશ્નોનુ નિરાકરણ લાવે છે ત્યારે વૈશ્વિક વેપારને મજબૂત બનાવવા માટે પણ કામગીરી કરી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી રહી છે. દિનદયાળ પોર્ટ ઓથોરિટીના કંડલા પોર્ટ ખાતે ટીમ્બરનુ મોટા પ્રમાણમાં હેન્ડલિંગ થાય છે ત્યારે ટીમ્બર ઉદ્યોગના વિકાસ માટે પણ ડીપીએ પ્રયત્નશીલ છે અને તેના ભાગરૂપે ન્યુઝીલેન્ડ ફોરેસ્ટ સર્વિસના વડા સેમ કીનનએ દિનદયાળ પોર્ટની મુલાકાત લીધી હતી. દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર…

Read More

લોકભાષા-ગાંધીધામ : કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. કચ્છના ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, મદદનીશ કલેક્ટર સુનિલ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ રોહિત વિનોદ, સમાજ સુરક્ષા અધિકારી એન.એસ. ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કેન્દ્રિય રાજ્યમંત્રીએ બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છ જિલ્લા અંગેની પ્રાથમિક વિગતો કેન્દ્રિય રાજ્યમંત્રી રામદાસ આઠવલેને આપી હતી. ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં ઉદ્યોગોનું આગમન અને નર્મદાના અવતરણથી આવેલા પરિવર્તનની માહિતી જિલ્લા કલેકટરે આપી હતી. અનુસૂચિત સહકારી મંડળીઓને જમીનના હક્કો અપાવવા, અનુસૂચિત જાતિની યોજનાઓનું કચ્છમાં અમલીકરણ, અનુસૂચિત જાતિની જિલ્લામાં વસ્તી…

Read More

લોકભાષા-ગાંધીધામ : ભચાઉ પોલીસે મળેલી બાતમીના આધારે ૪.૩૯ લાખનો દારૂ ઝડપી લીધો હતો જો કે આરોપી નાસી છુટયો હતો. રેડ દરમિયાન વાહનો સાથે ૧૯.૮૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇન્સપેકટર એસ.ડી.સિસોદીયાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મહેશ દેવાભાઈ ભરવાડ રહે. યશોદાધામ નાની ચિરઈ તા. ભચાઉ વાળાએ યશોદાધામ ગામની પાછળ સીમમાં આવેલ બાવળોની ઝાડીમાં વાહનોમાં ભા૨તીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી વેચાણ અર્થે સંતાડી રાખેલ છે. અને હાલે સ્થળ ઉપર હાજર રહી ઈંગ્લીશદારૂ સગેવગે ક૨વાની પેરવીમાં છે. જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં…

Read More

લોકભાષા-ભુજ : કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે છેલ્લા ઘણા સમયથી રીક્ષા તાલુકો મોંઘાભાડા લઈને બેફામ લૂંટ ચલાવી રહ્યા છે ત્યારે આ બાબતે આરટીઓ અને પોલીસ તંત્ર ગંભીર બને તે જરૂરી બની રહે છે લોકોના જણાવ્યા પ્રમાણે ભુજ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રીક્ષા ચાલકો બેફામભાડા લઈ રહ્યા છે જેને લઈને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે એક તરફ ભુજ શહેરમાં સીટી બસની વ્યવસ્થા નથી ત્યાં બીજી તરફ રિક્ષાચાલકો મન માની કરીને બેફામભાડા લઈ રહ્યા છે જે યોગ્ય બાબત ગણી શકાય નહીં એટલું જ નહીં રીક્ષા ચાલકો ક્યાંય પણ મીટર પણ લગાડતા નથી બેફામ રીતે ભાડા લઈ રહ્યા છે પરિણામે…

Read More