Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ : સસ્તું સોનું આપવાની લાલચ આપી કોઈને છેંતરવાના ઈરાદાથી પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટને અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાની કોશીસ કરતા એક શખ્સને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળી હતી કે, અમીતકુમાર અમૃતલાલ સોની રહે.શાસ્ત્રીનગર કોટડા(જડોદર) તા.નખત્રાણા વાળો ભુજમાં એરપોર્ટ રીંગ રોડથી મોટાપીર દરગાહ રોડ તરફ સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેતરવાના ઈરાદાથી પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટને અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાના ઇરાદાથી મોટાપીર દરગાહ બાજુ સ્વીફટ કાર નં-GJ-12-AE-4303 વાળીથી આવે છે. બાતમીના આધારે પશ્ચિમ કચ્છ…

Read More

લોકભાષા-ભુજ : કચ્છના ભુજ શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અનુસંધાને આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રન ફોર યુનિટી કાર્યક્રમ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સરદાર વલ્લભાઈ પટેલના જન્મદિવસ ૩૧ ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે એકતા અને અખંડિતતાના શપથ લઈને પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત નાગરિકો આર.ડી.વરસાણી હાઈસ્કૂલથી જ્યુબિલી સર્કલ સુધીની દોડમાં સહભાગી થયા હતા. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રન ફોર યુનિટી કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, નગરસેવક મનુભા જાડેજા, અગ્રણી બાલકૃષ્ણ મોતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ,…

Read More

લોકભાષા-ભુજ : સૂર્ય શક્તિ કિસાન યોજના સ્કાય બાબતે પીજીવીસીએલ ભુજ ડિવિઝન ખાતે પીજીવીસીએલ, ભારતીય કિસાન સંઘ, સ્કાય યોજનાના લાભાર્થી ખેડૂતો, તેમજ કૌશલ કંપનીના કર્મચારીઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલના એમડીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન થયું. તેમાં પીજીવીસીએલના કચ્છના પૂર્વ તેમજ પશ્ચિમના અધિક્ષક એન્જિનિયર તેમજ તેમજ ડેપ્યુટી એન્જિનિયર તાલુકા સ્તરના કર્મચારીઓ કંપનીના કર્મચારીઓ, તેમજ ભારતીય કિસાન સંઘ ના પ્રદેશના ઉપાધ્યક્ષ શામજીભાઈ મેયાત્રા, જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલ માજી પ્રમુખ શિવજીભાઈ બરડીયા, જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી, ભુજ તાલુકા પ્રમુખ કાનજીભાઈ ગાગલ, માંડવી તાલુકા પ્રમુખ રતિલાલભાઈ રાબડીયા, ભચાઉ તાલુકા પ્રમુખ દેવજીભાઈ છાંગા અને સ્કાય યોજનામાં આવતા કચ્છના તમામ ફીડર…

Read More

લોકભાષા-ગાંધીધામ : દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા એકતા દિવસના ઉપક્રમે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ ગાંધીધામની ગોપાલપુરી ટાઉનશીપ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરીને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનો ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી અને ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંઘએ પ્રારંભ કરાવ્યો હતો. જેમા દિનદયાલ પોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Read More

લોકભાષા-આણંદપર : શિયાળાની શરૂઆત થવાની હોય એટલે માક પડવાની શરૂઆત થતી હોય છે. જયારે સવારના માક પડે એટલે વાતાવરણ ઠંડુ થઈ જતું હોય છે અને બપોરના ભાગે ગરમીમાં વધારો થતો જોવા મળતો હોય છે. આજે નખત્રાણા તાલુકાના આણંદપર(યક્ષ) પંથકના મોરગર, સુખસાણ, વિજપાસર, સાંયરા, દેવપર, મોટાયક્ષ, પલીવાડ, મંગવાણા, સુખપર(રોહા), જીયાપર, કુરબઈ, માધાપર(મંજલ) સહીતના વિસ્તારોમાં સવારના સાડા પાંચ વાગ્યાની આસપાસ માક પડવાનું શરૂ થયું હતું. જે સાત વાગ્યા સુધી માક પડી રહી હતી. આજે માક અતિશય પડવાના કારણે વાહનો ભીના થઈ ગયા હતા. તેમજ બે પૈડા વાળાના વાહનચાલકો માકના કારણે ભીંજાયા હતા. માકને કારણે જેમના ઘર પતરા વાળા છે. એવાના પતરામાંથી નેવા…

Read More

લોકભાષા-ગાંધીધામ : સામખીયાળી નજીકથી ૨૩.૯૧ લાખના હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ આપેલી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રતનલાલ પુરોહિત તથા ધર્મેન્દ્રસિંહ હાકમસિંહ સોઢાને સામખીયારી ટોલ પ્લાઝાથી સામખીયારી ગામ તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર આવેલ પીકઅપ સ્ટેન્ડ ઉપર પરગટસિંગ સુલેખસિંગ પોતાના કબ્જા ભોગવટામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરવાની પેરવીમાં હોવાની બાતમી મળી હતી છે. દરમિયાન એસઓજીની ટીમે બાતમીના આધારે રેઈડ કરી તપાસ કરતાં પરગટસિંગ સુલેખસિંગ પાસેથી માદક પદાર્થ હેરોઇન કુલ વજન ૪૭.૮૩૦ ગ્રામ કિમત રૂપિયા ૨૩,૯૧,૫૦૦નો મુદ્દામાલ મળી આવતા તેના…

Read More

લોકભાષા-ભુજ : અન્નકુટની પરંપરાની વાત કરીએ તો કહેવાય છે કે, ભગવાન કૃષ્ણની ઉપસ્થિતિમાં ગૌર્ધન પૂજારૂપે ગોકુળથી અન્નકૂટોત્સવ પ્રારંભ થયો આજે ૫૦૦ વર્ષ બાદ પણભારતીય સનાતની ધાર્મિક ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ આ અન્નકૂટોત્સવ જુદા જુદા સંપ્રદાયો તરફથી મંદિરો માં કરવામાં આવે છે ભક્તિ ભાવ સાથે નવવર્ષ ના પ્રથમ દિવસે આ અન્નકૂટ ઉત્સવ નું આયોજન થાય છેસ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો અન્નકૂટોત્સવ સાથે સેવાભક્તિ ની પરંપરા સમગ્ર દેશ વિદેશના મંદિરોમાં ઉજવાય છે. આ વર્ષે કચ્છ ના ઈતિહાસ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રથમ વખત હજારો મણ અન્નપુરવઠો, ખાદ્ય પદાર્થો, ખાંડ, તેલ, દેશી ઘી, વિપુલ માત્રા માં સુકા મેવા, મસાલા, મળી અનેક પ્રકાર…

Read More

લોકભાષા-આણંદપર આ વર્ષ અતિશય અને સતત વરસાદના કારણે ખેડુતોએ કરેલ ચોમાસું પાકમાં નુકસાન વેઠવાનો વખત આવ્યો છે. જેમાં ખેડુતોએ લાખના ત્રીસ હજાર કર્યા છે. અને સૌથી વધારે નુકશાન ખેડુતને કપાસના પાકમાં આવ્યું છે. સતત-અતિશય વરસાદના કારણે કપાસના ઝાડપર લાગેલા ફૂલો પડી જવાથી પહેલો ફાલ ફેલ ગયો હતો જયારે બીજો ફાલ લાગતાની સાથે કપાસમાં સુકારો આવવાથી ફાલ નહિવત ઉતર્યો હતો. આ વર્ષ કપાસે ખેડુતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. આ વિશે આણંદપર(યક્ષ)ની આજુબાજુના પલીવાડ, મોરગર, સાંયરા, દેવપર, વિથોણ, જીયાપર, મંગવાણા, કુરબઈ ગામના ખેડુતોએ જણાવ્યું હતું કે વરસાદ અને સુકારા થકી કપાસની વીણી એકજ થઈ હતી. આ વર્ષ કપાસનો પાક ઓછો થવાથી પંજાબથી…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ખાતેના ૨મત-ગમત સંકુલ સુભાષનગ૨મા થયેલી યુવાનની હત્યાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગાંધીધામ એ ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ નજીક યુવાનને મારમારતા ગંભીર હાલતમાં સારવાર માટે રામબાગ હોસ્પિટલે ખસેડાયો હતો જયા તેનુ મૃત્યુ નિપજ્યું હતું જે અંગે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનએ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરીએ આરોપીઓને શોધવા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ હ્યુમન શોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ શંકર રામજીભાઈ પિંગલસુર (મહેશ્વરી) ઉવ.૨૭ રહે.મહેશ્વરીનગર…

Read More

લોકભાષા-ભુજ : દિવાળીનો માહોલ જામતો જાય છે ત્યારે શહેરના અનેક વિસ્તારો અને ધાર્મિક સ્થળો પર રોશની નો શણગાર અને ચડકડાટ્ટ જોવા મળી રહ્યો છે શહેરના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે દિપોત્સવીનો તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવાની પરંપરા રહી છે. નવનિર્મિત મંદિરે ભગવાન નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થયા બાદ દર વર્ષે દિપોત્સવીના પર્વ ઉજવવા ની પરંપરા રહી છે. મંદિરના કોઠારી સ્વામી નારાયણ મુનિદાસજીએ જણાવ્યું હતું કે, મંદિરના પરિસર ખાતે ૩૧મી તારીખે સામૂહિક લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં દરેક હરિભક્તો પૂજનનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા મંદિરના મહંત ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવનદાસજી અને પાર્ષદ જાદવજી ભગતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. તારીખ ૧ નવેમ્બરના…

Read More