Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ : અંજારના તાલુકા હેલ્થ ઓફિસરને હનીટ્રેપમા ફસાવી બ્લેક મેઈલીંગના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આદિપુર પોલીસ મથકે અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ અંજારીયાએ પોતાને ફસાવી એક મહિલા સહિત બે વિરૂદ્ધ બ્લેક મેઈલીંગની ફરિયાદ કરી હતી. જેમા આરોપી ગુલામ હાજીને પોલીસે ઝડપી લીધો હતો આ બનાવની વિગતો મુજબ અંજારના તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ અંજારીયાએ દ્વારા નર્મદા વાળંદ અને તેના પતિ દિનેશ વાળંદ તરીકે ઓળખાણ આપનાર ગુલામ હાજી વિરુદ્ધ પોતાને બ્લેક મેઈલિંગ કરી પચાસ હજાર પડાવી લીધા હતા અને ત્રીસ લાના ચેક લખાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આદિપુર પોલીસ મથકે ડો. રાજીવ અંજારીયાએ મહિલા મહિલાએ આશાવર્કરની નોકરી માટે…

Read More

લોકભાષા-ગાંધીધામ : ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ન્યુ દિલ્હી ખાતે દશમો આંતરરાષ્ટ્રીય સમારોહ અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહનો મુખ્ય હેતુ નકલી વેપાર તથા દાણચોરીને રાષ્ટ્રવ્યાપી રીતે અટકાવવા તથા સરકારી તમામ એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટેનો હતો. ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમગ્ર ભારત દેશમાં કાર્યરત વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા નકલી વેપાર તથા દાણચોરીને અટકાવવા માટે કરવામાં આવેલ પ્રસંશનીય કામગીરીની વિગત મેળવવામાં આવી હતી જે અન્વયે ગુજરાત રાજયનાં અલગ-અલગ જીલ્લાઓમાંથી આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા અધિકારીઓ તથા કર્મચારીઓને નોમીનેટ કરવામાં આવ્યા હતા. …

Read More

લોકભાષા-ભુજ : નગરપાલિકાના કાઉન્સીલર રાજેશ ગોર એ ફેસબુક તથા ભુજ શહેર ભાજપના ગ્રુપમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર સરકારના પરિપત્રથી ઉપરવટ જઇને કર્મચારીઓને ફરજ પર પોતાના આર્થીક સ્વાર્થ માટે રાખતા હોવાની પોસ્ટ કરી હતી જે બાદમાં ડીલીટ કરી દેવાઇ હતી. કાઉન્સીલરે પોસ્ટમાં કહ્યુ બધુ આર્થિક સ્વાર્થ માટે ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 4 ના કાઉન્સીલર કે જે અગાઉ કેટલાક વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા છે. તેની એક પોસ્ટે ભુજ શહેરમાં ભારે હડકંપ મચાવ્યો છે. કેમકે ફેસબુક તથા શહેર ભાજપના ગ્રુપમાંથી એ પોસ્ટ ભલે ડીલીટ થઇ ગઇ હોય પરંતુ તેના સ્ક્રિનસોર્ટ વાયરલ થયા હતા જેમાં રાજેશ ગોરએ લખ્યુ હતુ કે ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર…

Read More

લોકભાષા-ગાંધીધામ : છેલ્લા એક વર્ષ થી ધરફોડ તથા મો.સા. ચોરીના પાંચ ગુન્હાઓમાં નાસતા-ફરતા મુખ્ય આરોપીને અંજાર પોલીસે પકડી પાડયો હતો. અંજાર પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે, અંજાર પોલીસ સ્ટેશન તથા કચ્છ જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના મિલ્કત ચોરીના ગુનાઓ કામે નાસતો ફરતો આરોપી રાજેશ ઉર્ફે ભોલીયો રામજીભાઈ મુછડીયા(આહીર) રહે. મારૂતિનગર નાગલપર તા. અંજાર વાળો હાલે નાગલપર વાડી વિસ્તારમાં છે. અંજાર પોલીસે બાતમીના આધારે અલગ અલગ ત્રણ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી અને બાતમીના આધારે તપાસ કરતા આરોપી રાજેશ ઉર્ફે ભોલીયો રામજીભાઈ મુછડીયા (આહીર) ઉ.વ.૩૪ રહે.મારૂતિનગર, નાગલપર તા.અંજારને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના પધ્ધર ખાતે અવારનવાર બનતા ચોરીના બનાવોને લઈને આજે ગ્રામજનો દ્વારા પોલીસ વડાને રજુઆત કરવામાં આવી છે ગામ લોકોના જણાવ્યા પ્રમાણે ગત તારીખ 16 સપ્ટેમ્બરના બે બાઇક ચોરાઈ હતી,તેમજ રાત્રે ઉભેલા વાહનમાંથી ડીઝલ ચોરી થવા પામી હતી આ ઉપરાંત વાડી વિસ્તારમાં કેબલ ચોરી,ગૌશાળામાં ચોરી થઈ હતી,બનાવ અંગે ફરિયાદ કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી, કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે ,ગામમાં ચોરીના બનાવોને અટકાવવા માટે રાત્રી દરમિયાન નિયમિત પેટ્રોલિંગ તેમજ કડક છાપ ધરાવતા પોલીસ કર્મચારીની નિમણૂક આપવા માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ ગૃહમંત્રી, જિલ્લા કલેકટર અને પોલીસ ઇન્સ્પેક્ટરને રજુઆત કરી છે

Read More

લોકભાષા-ગાંધીધામ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ભુજ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ પ્રસ્તાવિત બ્લોકને કારણે ગાંધીનગર કેપિટલ-ભુજ-ગાંધીનગર સ્પેશિયલ અને ભુજ-બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેનો ભુજ અને ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:- તા. 29 સપ્ટેમ્બર, 2024 ના રોજ, ગાંધીનગર કેપિટલથી ચાલતી ટ્રેન સંખ્યા 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ ગાંધીધામ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ(સમાપ્ત) થશે અને ગાંધીધામ-ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તા. 30 સપ્ટેમ્બર 2024ની ટ્રેન સંખ્યા 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ગાંધીધામથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તા. 28 સપ્ટેમ્બર, 2024 ના રોજ, બરેલીથી ચાલતી ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ…

Read More

લોકભાષા-આણંદપર : ચાર દિવસીય ચાલનારા મોટાયક્ષના મેળામાં બુધવારે પણ મેળામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. આમ બુધવારના મેળો આઠ વાગે પુરો જાહેર કરવામાં આવે છે.આ વખતે રાત્રીના બાર વાગે મેળો પૂરો થયો હતો.છતા પણ લોકોના મન મેળામાં જ હતા મોડે સુધી મેળાની મોજ માણી હતી. આ મેળામા સાથ સહકાર આપનાર તમામનો આભાર માન્યો હતો.યક્ષ દાદાના મંદિરે લાખો શ્રધ્ધાળુઓએ માથુ ટેકવ્યું હતું.ડી.વાય.એસ.પી.,પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. એસ.પી.,કલેકટર સહિતનાઓએ મેળાની મુલાકાત લીધી હતી. ચાર દિવસ ચાલનારા આ મેળામાં આજ રોજ તા.૨૫/૯/૨૪ ના સાંજે ૮:૦૦ વાગે મોટાયક્ષ(મીની તરણેતર) મેળાની પુર્ણાહુતી તેમજ સ્નેહમિલન ભોવા પરિવાર તેમજ સાંયરા(યક્ષ) જુથ ગ્રામપંચાયત દ્વારા…

Read More

લોકભાષા-ભુજ : ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું છે કે, કિસાનોના હિતને વરૈલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકારેસૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી આપવાનો ખેડૂત હિત લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. ઉર્જા મંત્રીએ ઉમેર્યું કે,સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રેની રોટે શન પદ્ધતિથી દરરોજ નિયમિત સમયસર ૮ કલાક વીજળી આપવાનો કાર્યક્રમ અમલમાં છે, અને તે રીતે નિર્ધારીત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતીમાં પ્રતિ દિન સરેરાશ ૮ કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય…

Read More

લોકભાષા-ભુજ : લખપત તાલુકાના માતાના મઢમાં તા. 2/10/204 બુધવારે રાત્રે 9:00 વાગ્યે ઘટ સ્થાપના (નવરાત્રી પ્રારંભ) આસો સુદ એકમ તા. 3/10/2024 ગુરૂવાર જગદબાં પુજન આસો સુદ સાતમ તા. 10/10/2024 ગુરૂવાર રાત્રે 8:00 કલાકે (હવન પ્રારંભ) આસો સુદ સાતમ તા. 10/10/2024 ગુરૂવારે રાત્રે 9:00 વાગ્યે હવન પુણાહુંતી કરાશે તા. 10/10/2024 રાત્રે ગુરૂવારે રાત્રે 1:15 વાગ્યે તેમજ માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્રારા તડમાર તૈયારી ચાલી રહી છે. તેમજ દર્શન માટે 4 નંબર ગેટ માં પ્રવેશ અને ભોજન માટે 3 ગેટ અને મંદિર રાત્રીના 12:00 વાગ્યાં સુંધી ખુલો રહે છે. અને બપોરે માત્ર સાફ-સફાઈ માટે બંધ રહે છે. અને માઈ ભક્તો માટે 24…

Read More

લોકભાષા-આણંદપર : નખત્રાણા તાલુકાના મોટાયક્ષ (કકડભીટ) મધ્યે ચાર દિવસીય ભરાનાર ઐતિહાસિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ વર્ષે મેળામાં રેકોર્ડ બ્રેક જોવા મળ્યો હતો.શરૂઆત એટલે કે રવિવારના સવારના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તથા ભોવા પરિવાર દ્વારા મેળામાં આવતા લોકો માટે ખુલો મુકવામાં આવ્યો હતો.રવિવારના સાંજના પાંચ વાગ્યા પછી આ મેળામાં લોકોની આવવાની શરૂઆત થઈ હતી. રાત્રીના ભાગમાં મેળામાં આવેલ બજારોમાં મહેરામણ ઉમટયુ હતું.જે એક રેકોર્ડ કર્યો હતો.આ વર્ષે રેકોર્ડ બેક દસ લાખથી વધારે લોકોએ મેળાની મોજ માણી હતી.પોલીસ બંદોબસ્ત તેમજ સી.સી.ટી.વી. કેમેરા સહિત શુદઢ બંદોબસ્ત હોવા છતા મોબાઈલ ચોરી,ચીલ ઝડપ તેમજ ખિસ્સા કાતરૂ જેવા સામાન્ય કિસ્સાઓ નજીવા બન્યા હતા.જે પોલીસ…

Read More